ઈરાનમાં મહિલાઓએ દાઢી-મૂછ લગાવીને ફુટબોલ મેચ નિહાળી

0
249

ઈરાનમાં ફૂટબોલ મેચ દરમિયાન પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં કેટલીક મહિલાઓ વેશ બદલીને પહોંચી ગઈ. આ મહિલા ચાહકોએ તહેરાનમાં રમાયેલી મેચ જોવા માટે દાઢી-મૂછ લગાવી અને વિગ પણ પહેરી હતી.

સોશિયલ મીડિયા પર આ મહિલાઓની જોરદાર પ્રશંસા કરવામાં આવી રહી છે. તહેરાનના આઝાદી સ્ટેડિયમમાં બેઠેલી આ મહિલાઓની તસવીરો અને વીડિયો વાઇરલ થયો છે, જેમાં મહિલા પ્રશંસકો દાઢી-મૂછ લગાવેલી નજરે પડી રહી છે.

આ મહિલાઓ પોતાની ફેવરિટ ટીમ પરસેપોલિસને સપોર્ટ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચી હતી. વાઇરલ થઈ રહેલી આ તસવીર એક યુઝરે લખ્યું છે, આશા રાખીએ કે આ મહિલાઓ ભવિષ્યમાં પોતાની અસલી ઓળખ સાથે સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે.

ઈસ્લામિક દેશ ઈરાનમાં ૧૯૭૯ બાદથી પુરુષોની ફૂટબોલ મેચ સહિત અન્ય રમતો સ્ટેડિયમમાં નિહાળવા પર મહિલા ચાહકો પર પ્રતિબંધ છે. એની પાછળ એવું કારણ આપવામાં આવે છે કે મહિલાઓને ખરાબ માહોલથી બચાવવા આવું કરવું જરૂરી છે.અગાઉ આ જ સ્ટેડિયમમાં પરસેપોલિસની એક મેચ જોવા પહોંચેલી ૩૫ મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૦૬માં આવેલી ફિલ્મ ઓફસાઇડ આ જ વિષય પર આધારિત ફિલ્મ હતી, જેમાં છોકરીઓનું એક ગ્રૂપ છોકરાઓનાં કપડાં પહેરીને આઝાદી સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચી જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,