અંબાણી પરિવારે પુત્રી ઇશાના લગ્નની 3 લાખની કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કરી

0
8
news/SAU-JAMN-OMC-NL-ambani-family-given-kankotri-to-dwarakadhish-gujarati-news-5981548-NOR.html?seq=99
news/SAU-JAMN-OMC-NL-ambani-family-given-kankotri-to-dwarakadhish-gujarati-news-5981548-NOR.html?seq=99

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ મુંબઇમાં યોજાશે. થોડા દિવસો પહેલા જ ઇશા અંબાણીની લગ્નની કંકોત્રી લાખોની કિંમતમાં હોવાના દાવાનો વીડિયો સોશ્યિલ મીડિયામાં વાટયરલ થયો છે. માનવામાં આવે છે કે આ કંકોત્રીની કિંમત ત્રણ લાખ રૂપિયાની છે. જે કંકોત્રી ભગવાન દ્વારકાધીશજીને અર્પણ કરી આમંત્રણ પાઠવાયું છે.

ઈશા અંબાણી અને ભાઈ અનંત અંબાણી આવ્યા હતા અને વિશેષ પૂજા પણ કરી હતી

અંબાણી પરિવારના મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીના 12 ડિસેમ્બરના રોજ મુંબઇમાં લગ્ન યોજાનાર છે. ત્યારે હાલમાં કંકોત્રી પાઠવવામાં આવી રહી છે. ભગવાન દ્વારકાધીશને લાખોની કંકોત્રીથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કંકોત્રીનું કાર્ડ બે ફ્લોરલ બોક્સમાં વહેંચાયેલ છે. અંદર ચાર મિનિ જ્વેલરી બોક્સ છે. મિનિ જ્વેલરી બોક્સમાં ચાર નેકલેસ છે. જે કિંમતી નંગમાંથી બનાવવામાં આવ્યા છે, તેમજ ભગવાનની મૂર્તિઓ છે. આખી કંકોત્રીમાં સોનાનું ભરત છે. હાલ અંબાણી પરિવાર દ્વારા આંમત્રિતોને આ ભવ્ય કંકોત્રી પહોંચતી કરી દેવામાં આવી છે. તે પહેલા સૌ પ્રથમ કંકોત્રી દ્વારકાધીશના ચરણોમાં ધરવામાં આવી હતી. આ માટે ઈશા અંબાણી અને ભાઈ અનંત અંબાણી આવ્યા હતા અને વિશેષ પૂજા પણ કરી હતી.