અક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લઇ લીધો, કહ્યું પહેલા માસ્ક લગાવ

0
30

મુંબઇ,તા.૧૬
કોરોના વાયરસ અનલાૅક દરમિયાન કેટલાય સ્ટાર્સ એવા છે જે ઘરેથી બહાર નીકળી ફિલ્મ શૂટિંગ સાથે જોડાયેલા કામ કરી રહ્યા છે. ૩ મહિના બાદ સિનેમામાં કામ શરૂ થયું છે. એવામાં વર્ષમાં ચાર ફિલ્મ કરનાર અક્ષય કુમાર પણ કામ પર ધીરે ધીરે પરત ફરી રહ્યા છે. હાલમા જ અક્ષય કુમાર માસ્ક સાથે જોવા મળ્યા. અક્ષય કુમારે પાપારાઝીનો ક્લાસ લીધો સરકાર દ્વારા કોરોના કાળમાં માસ્ક લગાવવાની આકરી સૂચના આપવામાં આવી છે, તેવામાં લાપરવાહી વરતવી કોરોનાને આમંત્રણ આપવા બરાબર હોય શકે છે. એવામાં એક ફોટોગ્રાફરે માસ્ક ના પહેર્યું હોય અક્ષય કુમાર તેના પર ભડકી ઉઠ્‌યા. આ વીડિયોમાં તમે જોઇ શકશો કે ફોટો લેવા માટે પાપારાઝી જેવો જ અક્ષય કુમાર સામે આવ્યો કે તેણે માસ્ક વિનાના ફોટોગ્રાફર પર અક્ષયની નજર પડી. પાપારાઝી પર થયો ગુસ્સે ફોટો માટે તેણે પોતાના ચહેરા પર માસ્ક હટાવી દીધું. આ જોઇ અક્ષય કુમારે બુમ પાડતા કહ્યું કે પહેલા નાક પર માસ્ક લગાવ. જણાવી દઇએ કે વીડિયો થોડા દિવસો પહેલાનો છે. અક્ષય કુમાર મુંબઇના એક સ્ટૂડિયોની બહાર જોવા મળ્યા હતા. જુઓ વીડિયો આ વીડિયોને વૂમ્પલાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો. અક્ષય વ્હાઇટ ટી શર્ટ અને ગરે પેન્ટ્‌સમાં જોવા મળી રહ્યા છે. ચાલો ત્યારે ઇંતેજાર વિના તમને આ વીડિયો દેખાડીએ જે તેજીથી ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. તમે પણ ઘરે જ રહો સુરક્ષિત રહો અને માસ્ક લગાવવાનું ના ભૂલતા