અનિલ કપૂરની ફિલ્મ પર વાયુસેનાને આપત્તિ

0
5
આ ફિલ્મના રજૂ થયેલા ટ્રેલરને ટ્વિટ કરતાં વાયુસેનાએ કહ્યું કે આ ફિલ્મમાં અનિલ કપૂરને ખોટી રીતે યુનિફોર્મ પહેરતો દેખાડાયો છે અને સાથે જે ભાષાનો ઉપયોગ થયો છે તે પણ ખોટી છે.
આ ફિલ્મના રજૂ થયેલા ટ્રેલરને ટ્વિટ કરતાં વાયુસેનાએ કહ્યું કે આ ફિલ્મમાં અનિલ કપૂરને ખોટી રીતે યુનિફોર્મ પહેરતો દેખાડાયો છે અને સાથે જે ભાષાનો ઉપયોગ થયો છે તે પણ ખોટી છે.

હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મ ‘એકે વર્સિસ એકે’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. આ ફિલ્મમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે અને તેને વાયુસેનાના અધિકારીના યુનિફોર્મમાં દેખાડવામાં આવ્યો છે. આ સીન પર વાયુસેનાએ આપત્તિ દર્શાવતાં કહ્યું હતું કે આ દૃશ્યને હટાવી દેવું જોઇએ. હકીકતમાં વાયુસેનાનું કહેવું એમ છે કે આ સીનમાં વાયુસેનાના યુનિફોર્મને સન્માનજનક રીતે નથી દેખાડવામાં આવ્યો.આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે અનુરાગ કશ્યપ પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના રજૂ થયેલા ટ્રેલરને ટ્વિટ કરતાં વાયુસેનાએ કહ્યું કે આ ફિલ્મમાં અનિલ કપૂરને ખોટી રીતે યુનિફોર્મ પહેરતો દેખાડાયો છે અને સાથે જે ભાષાનો ઉપયોગ થયો છે તે પણ ખોટી છે. સશસ્ત્ર સેનામાં આ જાતનો વ્યવહાર નિયમોની વિરુદ્ધ છે એટલે પૂરા દૃશ્યને ફિલ્મમાંથી હટાવી દેવું જરૂરી છે.ઉલ્લેખનીય છે કે ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી આ ફિલ્મનું દિગ્દર્શન વિક્રમાદિત્ય મોટવાનીએ કર્યું છે. ૨૪ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે. આની પહેલાં વાયુસેનાએ જાહ્નવી કપૂર અભિનીત ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ પર પણ વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે ફિલ્મમાં પુરુષ વાયુ અધિકારીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.