અનુરાગ બસુની ફિલ્મમાં રણબીર કપૂર અને દીપિકા ફરી સાથે ચમકશે

0
22
Ranbir Kapoor and Deepika will shine again
Ranbir Kapoor and Deepika will shine again

 

(જી.એન.એસ.)મુંબઈ,તા.૨૬
ટોચના કલાકારોની યાદીમાં મોખરાનું સ્થાન ભોગવતી જોડી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ ફરી એકવાર પરદા પર સાથે ચમકે એવી શક્યતા હોવાની જાણકારી મળી હતી.
છેલ્લા આ બંનેએ ઇમ્તિયાઝ અલીની તમાશા ફિલ્મ સાથે કરી હતી. ઇમ્તિયાઝે એવો દાવો કર્યો હતો કે આ ફિલ્મની લવ સ્ટોરી રાધાકૃષ્ણની લવ સ્ટોરી છે. જા કે ફિલ્મને ધાર્યો પ્રતિસાદ સાંપડયો નહોતો.
હવે આ બંનેને ફરી એકવાર સાથે ચમકાવવાની યોજના અનુરાગ બસુ ઘડી રહ્યા હોવાનું કહેવાય છે. એમની સૌથી હિટ નીવડેલી ફિલ્મ યહ જવાની હૈ દિવાની હીરુ યશ જાહરની ફિલ્મ હતી જેનું ડાયરેક્શન અયાન મુખરજીએ કર્યું હતું.
એ દિવસોમાં આ બંને વચ્ચે ડેટિંગ ચાલી રહ્યું હોવાની વાતો પણ ઊડી હતી. પાછળથી જા કે બંનેનો બ્રેકપ થયો હતો. આમ છતાં બંનેવચ્ચે ખૂબ સારી દોસ્તી રહી છે.