અમદાવાદઃ સાસરિયાંના ત્રાસથી કંટાળી સગર્ભાએ ટૂંકાવ્યું જીવન

0
147
ahmedabad-news/crime/pregnant-women-attempted-suicide-due-to-torture-by-in-lows
high contrast image of a hangman's noose

એક મહિનાની ગર્ભવતી મહિલાએ પોતાના સાસુ અને પતિના ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો. મૃતકના માતા-પિતાએ શુક્રવારે આ મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી. FIRમાં વસંતી ડાભીએ નોંધાવ્યું કે એક વર્ષ પહેલા તેમની દીકરી દેવયાનીએ ઘાટલોડિયામાં રહેતા દિનેશ દરજી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદથી સાસરિયાંએ દેવયાનીને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું.દેવયાનીએ લગ્નના એક મહિના બાદ જ સાસુ અને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવા અંગે પોતાના મમ્મીને ફરિયાદ કરી હતી. સમૂહ લગ્ન સમારોહમાં લગ્ન કર્યાં હોવાથી દેવયાનીને ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. એક મહિના પહેલાં દેવયાની એક મહિનાની ગર્ભવતી હોવાનું જણાવી ઘીકાંટામાં રહેતા માતા-પિતાના ઘરે આવી ગઈ હતી. દેવયાનીએ ખાનગી ડૉક્ટર પાસે તપાસ કરાવી હોવાથી પણ તેના સાસુ અને પતિ તેને હેરાન કરી રહ્યા હતા.સાસરિયાંના ત્રાસથી કંટાળી દેવયાનીએ આખરે 11 જૂનના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અન્ય એક કેસમાં 40 વર્ષની મહિલાના પિતાએ રાણી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી, જેમાં કલ્પેશ પટેલ નામના શખ્સે શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યો હોવાના કારણે તેમની દીકરીએ આપઘાત કરી લીધો હોવાનું જણાવ્યું હતું.22 વર્ષ પહેલાં મહિલાના લગ્ન થયાં હતાં અને લગ્નના 6 મહિના બાદ જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. બે વર્ષ અગાઉ પીડિતા આરોપીના સંપર્કમાં આવી હતી. પોલીસે જણાવ્યા મુજબ 8 જૂનના રોજ મહિલાએ આપઘાત કર્યો હતો. તેના ઘરેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં તેણે આરોપીના નામનો ઉલ્લેખ કર્યો છે. આરોપીએ મહિલાને તો માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો પણ સાથોસાથ મહિલાના પરિજનોને પણ ધમકાવ્યા હોવાનો સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે. જેને કારણે તેણે આત્મહત્યા કરી. પોલીસે બંને કેસમાં IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે