અમદાવાદઃ 3 વર્ષની બાળકીને નદીમાં ફેંકી બે યુવતીઓનો આપઘાત

0
200
.ahmedabad-news/crime/two-girls-commit-suicide-with-3-year-girl-in-sabarmati-river
.ahmedabad-news/crime/two-girls-commit-suicide-with-3-year-girl-in-sabarmati-river

સોમવારે બે યુવતીઓએ 3 વર્ષની બાળકી સાથે નદીમાં કૂદીને આપઘાત કરી લીધો. આ બંને યુવતીઓએ એલિસબ્રિજ પાસેના રિવરફ્રન્ટ ખાતે સાબરમતિમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો. પોલીસ મુજબ બેમાંથી એક મહિલા પરિણીત હતી અને તેની ત્રણ વર્ષની દીકરી હતી. આપઘાતના સ્થળેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.રિવરફ્રન્ટ પર આપઘાત કરી લેનાર બંને યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી આશા ઠાકોર નામની યુવતી પરિણીત હતી અને તેને 3 વર્ષની મેઘા નામની દીકરી હતી, જ્યારે અન્ય મહિલાનું નામ ભાવના ઠાકોર હોવાનું બહાર આવ્યું છે. આ બંને યુવતીઓ એક જ પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતી હતી. બંનેએ આપઘાત પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે પોતાના પ્રેમનો સ્વીકાર કર્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો.નદીમાં કૂદતા પહેલા બંને યુવતીઓએ એક રિવરફ્રન્ટની દિવાલ પર સુસાઇડ નોટ લખી હતી. જેમાં બંનેએ લખ્યું હતું કે, દુનિયાએ સાથે જીવવા ન દેતા અમે આપઘાત કરીએ છીએ. એક થવા માટે અમે બંને દુનિયાથી દૂર થયા. આવતા જન્મમાં હવે ફરીથી મળીશું.જાણકારી પ્રમાણે યુવતીઓ બાવળાના રાજોડા ગામની રહેવાસી હતી. મૃતક બંને યુવતીઓ વચ્ચે પ્રેમ સંબંધ હતો. રિવરફ્રન્ટ પર મળી આવેલી સુસાઇડ નોટમાં દુનિયાએ બંનેના પ્રેમનો સ્વીકાર ન કરતા આપઘાત કરી રહ્યાનો ઉલ્લેખ છે. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે