અમદાવાદમાં કોમ્યુનિટી હોલમાં 105 બેડની કોરોના હોસ્પિટલ શરૂ, ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને દાખલ કરાયા

0
16
1

શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન સંચાલિત ડી.કે પટેલ હોલમાં વિશ્વ ઉમિયાધામ અમદાવાદ અને દેવસ્ય હોસ્પિટલ્સ ગ્રુપ દ્વારા દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ખાનગી વાહન અને એમ્બ્યુલન્સમાં આવતા તમામ દર્દીઓને એડમીટ કરવામા આવી રહ્યા છે. જે પણ દર્દીઓ દાખલ છે તેમની વિગત હોસ્પિટલ બહાર બોર્ડ પર દર્શાવવામાં આવી છે. કોરોનાના આવતા દર્દીને પહેલા હોસ્પિટલના કેમ્પસમાં પહેલા રિપોર્ટ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને એડમીટ કરવામાં આવે છે. હાલમાં 105 બેડ કાર્યરત કરવામા આવ્યા છે જેમાં 46 જેટલા બેડ હાલમાં ભરાયા છે. દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે 120 બેડની વ્યવસ્થા કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિશ્વ ઉમિયાધામના સહયોગથી દેવસ્ય હોસ્પિટલ ગ્રુપે તમામ મેડિકલ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુરુવારે સાંજે જ દેવસ્ય કોવિડ કેર હોસ્પિટલમાં કોરોનાના ગંભીર દર્દીઓની ભરતી કરવાની શરૂઆત કરાઈ છે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી શરૂ કરાયેલી આ કોવિડ હોસ્પિટલમાં AMCએ નક્કી કરાયેલાં ચાર્જ જ વસુલાશે. જરૂરિયાત મંદ પરિવારને સંપૂર્ણ ટ્રિટમેન્ટ ફ્રીમાં પણ કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં દાખલ થવા માટે ઈમરજન્સી નંબર 9825065605, 9825065275, 9726704541 પણ જાહેર કરાયો છે.પાટીદાર સમાજ દર્દીઓની સારવાર કરવા માટે આગળ આવ્યો છે. અમદાવાદમાં સોલા ઉમિયા માતાજીના મંદિરનું કેમ્પસ કોવિડ સેન્ટર માટે આપવા ઉંઝા પાટીદાર સંસ્થાએ તૈયારી દર્શાવી નાયબ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો. ​​​​​​સંસ્થાના એક પત્ર દ્વારા સરકારને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં એસ.જી હાઈવે પર સ્થિત શ્રી ઉમિયા માતાજી કેમ્પસ સોલા વાળી જગ્યા કોવિડ સેન્ટર માટે સરકારને આપવા માટે સંસ્થા તૈયાર છે. ઊંઝામા પણ સરકારની માંગણી મુજબ ઉમિયા યાત્રી ભવન કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓ માટે સરકારને સોંપવામાં આવેલું છે.