અમદાવાદમાં બિઝનેસમેનના એકના એક પુત્રએ 9માં માળેથી કુદી કરી આત્મહત્યા

0
27
MGUJ-AHM-HMU-NL-businessmans-one-and-only-son-sahil-shah-commited-suicide-in-ahmedabad-gujarati-news-5975336.html?ref=

શહેરના પાલડી વિસ્તારમાં એક 20 વર્ષીય યુવકે નવમાં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. ત્યાર બાદ આ અંગે જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે તાજેતરમાં નિરમા યુનિવર્સિટીમાં બીબીએનો અભ્યાસ કરી ચૂકેલા અને પરિવારના એકના એક પુત્ર એવા સાહીલ શાહે શા માટે આત્મહત્યા કરી તે અંગે રહસ્ય અકબંધ છે. આ અંગે વિસ્તારથી વાત કરીએ તો શહેરના પરિમલ અંડરપાસ પાસેના પ્રકૃતિ એપાર્ટમેન્ટના નવમા ફ્લોર પર રહેતા રહેતા સાહીલ શૈલેનભાઇ શાહ નામનો યુવક થોડા સમય પહેલા જ બીબીએનો અભ્યાસ પૂર્ણ કરી તેના પિતા સાથે રિયલ એસ્ટેટ કંપની સ્પેસ અનલિમિટેડમાં સીઇઓ તરીકે જોડાયો હતો.

પરિવાર સાથે નાસ્તો કર્યા બાદ લગાવી મોતની છલાંગ

સાહિલ તેના માતા-પિતા અને બહેન સાથે રહેતો હતો અને તેમના પરિવારનો એકનો એક દિકરો હતો. સાહિલે આજે સવારે પરિવારે સાથે નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ અચાનક જ નવમાં માળેથી છલાંગ લગાવી હતી. આ દરમિયાન ફ્લેટના પાર્કિંગમાં બે લોકો ગાડી ધોવાનું કામ કરતા હતા અને તેઓ અવાજ સાંભળતા જ દોડી આવ્યા અને પોલીસ તથા સાહિલના પરિવારને જાણ કરી હતી.પાલડી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી આપઘાત પાછળનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.