અમદાવાદમાં 15 જુન પહેલા વરસાદ પડવાની શક્યતા સાવ નહિવત્ છે

0
340
ahmedabad-news/other/ahmedabad-have-to-wait-more-for-rain
ahmedabad-news/other/ahmedabad-have-to-wait-more-for-rain

અમદાવાદથી ઘણા દૂર છે વરસાદના વાદળ, ગરમીથી હાલ રાહત નહીં મળેદક્ષિણ ગુજરાત, સુરત તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી તેમજ વરસાદ પણ શરુ થઈ ગયા છે. જોકે, અમદાવાદમાં તો હજુય 42 ડિગ્રીની આસપાસ ગરમી પડી રહી છે, અમદાવાદ જ નહીં રાજકોટ અને વડોદરાના પણ આ જ હાલ છે. ગરમીની સાથે બફારો પણ લોકોને પરેશાન કરી રહ્યો છે.ચોમાસું ક્યારનુંય દેશમાં ઓફિશિયલ એન્ટ્રી કરી ચૂક્યું છે, તેની અસર હેઠળ દક્ષિણ ભારત તેમજ મુંબઈ સુધી પણ વરસાદ વરસવાનું શરુ થઈ ગયું છે, પરંતુ અમદાવાદથી તો હજુ ચોમાસાના વાદળો ઘણા દૂર છે. હજુ તો શહેરમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરુપે છૂટાછવાયા વરસાદી ઝાપટાં કે વાદળિયું વાતાવરણ પણ જોવા નથી મળી રહ્યા.એક અંદાજ અનુસાર, અમદાવાદમાં 15 જુન પહેલા વરસાદ પડવાની શક્યતા સાવ નહિવત્ છે. એટલું જ નહીં આ દિવસોમાં ગરમી પણ 42 ડિગ્રીની ઉપર જ રહેશે તેમ હવામાન વિભાગનું કહેવું છે. રાજકોટમાં પણ વાદળછાયાં વાતાવરણ વચ્ચે તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. જોકે, વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની સાથે બફારો પણ વ્યાપક રહેશે.સુરતમાં તો પ્રિ-મોન્સૂન એક્ટિવિટ શરુ થઈ ચૂકી છે. હાલમાં જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ખાસ્સું નુક્સાન થયું હતું, અને ભારે પવનથી ઝાડ પણ ઉખડી ગયા હતા. જોકે, 9મી જુનથી સુરતમાં વરસાદી માહોલ બરાબરનો જામે તેવી શક્યતા છે. જ્યારે, અમદાવાદ વડોદરા તેમજ રાજકોટને વરસાદ માટે હજુય થોડી રાહ જોવી પડશે