અમદાવાદમાં 45 ડિગ્રી ગરમી, ભીમજીપુરામાં રસ્તો ઓગળી ગયો

0
237
latest-news/ahmedabad-news/civic-issues/tar-on-the-stretch-of-recently-resurfaced-road-near-bhimjipura-melt
latest-news/ahmedabad-news/civic-issues/tar-on-the-stretch-of-recently-resurfaced-road-near-bhimjipura-melt

અમદાવાદમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી છે ત્યારે લોકો ગરમીથી રાતાપીળા થઈ રહ્યા છે, ત્યારે શહેરમાં ગરમીને કારણે નવા-નવા રિસરફેસ થયેલા કેટલાક રોડ પણ પીગળી રહ્યા છે. આજે ભીમજીપુરા વિસ્તારમાં તાજેતરમાં જ રિસરફેસ થયેલા રસ્તાનો ડામર ઓગળી જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે, રસ્તા પીગળવાનું કારણ ગરમી છે કે પછી રસ્તો બનાવવામાં થયેલો ભ્રષ્ટાચાર લોકોમાં તેવી ચર્ચાએ પણ જોર પકડયું હતું. અમદાવાદમાં ચોમાસામાં રસ્તા ધોવાઈ જાય છે, અને ઉનાળામાં પીગળવા લાગે છે પરંતુ VIP એરિયાના રસ્તાને કશુંય નથી થતું.