અમદાવાદીઓના એક ફોનથી પૂરાઈ જશે ખાડા

0
13

અમદાવાદમાં આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે શહેરમાં 30 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદને કારણે શહેરમાં નાગરિકોને ગરમીથી રાહત મળી પરંતુ વરસાદ સાથે કેટલીક મુશ્કેલીઓ પણ લેતો આવ્યો. જેમ કે ભારે વરસાદને કારણે અમદાવાદના રોડની હાલત બિસ્માર થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ખાડા વચ્ચે રોડ છે કે રોડ વચ્ચે ખાડા એ જ સમજાતું નથી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવી સ્કીમ શરૂ કરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક ફોન કરીને 24 કલાકમાં ખાડા પુરવાની સુવિધા શરૂ કરી છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્વિટર હેન્ડલ પર ફોન નંબર પણ શૅર કરવામાં આવ્યો છે. આ જાહેરાત પ્રમાણે જો તમારા વિસ્તારમાં રોડ પર ખાડા છે તો તમે 155303 ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકો છો, અને માત્ર 24 કલાકમાં જ તમારા વિસ્તારમાં ખાડા પૂરાઈ જશે. જો કે આ સાથે જ તંત્રએ મોટા ભાગના પોટ હોલ્સ રિપેર થઈ ગયા હોવાનો દાવો કર્યો છે.