અમદાવાદ સિવિલમાં મહિલા તબીબ રમજાન માસના રોજા સાથે દર્દીઓની સેવામાં ખડેપગ રહ્યા

0
2
કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં અમદાવાદ સિવિલમાં કાર્યરત ડો. નાઝ મનસૂરી દર્દીઓની સેવા સાથે પવિત્ર રમજાન માસનો ઉપવાસ પણ કર્યો હતો.
કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં અમદાવાદ સિવિલમાં કાર્યરત ડો. નાઝ મનસૂરી દર્દીઓની સેવા સાથે પવિત્ર રમજાન માસનો ઉપવાસ પણ કર્યો હતો.

રમજાનના પવિત્ર માસમાં 30 દિવસ સુધી ઉપવાસ કરવા સાથે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી.

તમામ ધર્મોના ધર્મગ્રંથોમાં “કર્મ એ જ ધર્મ” ને મહત્વ આપ્યું છે. મહેસાણા જિલ્લાના વિસનગરના વતની અને હાલ અમદાવાદ સિવિલ ખાતે ફરજ બજાવતા મહિલા ડો. નાઝ મનસુરીએ ધર્મ સાથે કર્મેને મહત્વ આપી કોરોના દર્દીઓની સેવામાં સતત અડીખમ રહ્યા છે. વ્યવસાયે ગાયનેક એવા મહિલા ડો. નાઝ મનસૂરી રમજાન માસના 30 દિવસમાં પવિત્ર ઉપવાસ સાથે કોરોના દર્દીઓની સારવાર અને સુશ્રુષા કરી સમાજને પ્રેરણા પૂરી પાડી છેરાજ્યમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં એમ.ડીનો અભ્યાસ કરતા મહિલા ડો. નાઝ મનસૂરી કોરોનાના અનેક દર્દીઓની સારવાર કરી નવજીવન આપ્યું છે. કોરોનાની આ બીજી ઘાતક લહેરમાં અમદાવાદ સિવિલમાં કાર્યરત ડો. નાઝ મનસૂરી દર્દીઓની સેવા સાથે પવિત્ર રમજાન માસનો ઉપવાસ પણ કર્યો હતો.મહિલા ડો. નાઝ મનસૂરી બી.જે મેડીકલના ગાયનેક વિભાગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે. તેઓ કોરોના સમયમાં અમદાવાદ સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં પવિત્ર રમજાન માસ પણ આવ્યો હતો અને આ સમય દરમિયાન તેઓએ રમજાન માસના ઉપવાસ સાથે કોરોના દર્દીઓની પણ સેવા કરી અન્ય કોરોના વોરીર્યસ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. રમજાન માસના 30 દિવસના ઉપવાસ સાથે સતત કોરોના દર્દીઓની સારવાર કરી ડોક્ટરી ફરજ સુપેરે નિભાવી છે. કહેવાય છે દુનિયાનો સૌથી પવિત્ર વ્યવસાય ડોક્ટરનો છે અને ડોક્ટરો પણ વ્યવસાયના રૂપમાં નહિ પણ પવિત્ર ફરજ સમજે છે.