અમિતાભ બચ્ચને હોસ્પિટલમાંથી મોકલ્યો મેસેજ, નેગેટિવ લોકોથી દૂર રહો

0
36

મુંબઇ,તા.૧૬
મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કોરોના વાયરસ સામેનો જંગ જીતી રહ્યાં છે તે મુંબઇની નાનાવટી હોસ્પિટલમાં દાખલ છે. અમિતાભ બચ્ચનનાં કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થયા બાદ ફેન્સથી જ ફેન્સ અને નજીકનાં લોકો તેમનાં સાજા થવા માટે કામના કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા દ્વારા અમિતાભ બચ્ચન ફેન્સને તેમનાં સ્વાસ્થ્યની અપડેટ આપતા રહે છે. હવે તેમને ટિ્‌વટર પર પોસ્ટ સંદેશ મોકલ્યો છે.
અમિતાભ બચ્ચને ટિ્‌વટર પર પોસ્ટ મુકતા, ખરાબ પ્રવૃતિઓથી બચવાની સલાહ આપી છે. હોસ્પિટલમાં રહેતા અમિતાભ ફેન્સ સાથે એવી રીતે જ જોડાયેલા છે જેવી રીતે તે પહેલાં જોડાયેલા હતાં. તેમણે મરાઠી અને હિન્દીમાં પોસ્ટ શેર કરી છે. અમિતાભ લખે છે. બધાથી ઇર્ષ્યા, નફરત કરનારા, અસંતોષી, ક્રોધી, સદા સંદેહ કરનારા અને બીજા પર નિર્ભર થઇને જીવનારા આ છ પ્રકારનાં મનુષ્ય હમેશાં દુખી રહે છે. તેથી યથા સંભવ આ તમામ પ્રવૃત્તિઓથી બચતા રહેજો.
આ પહેલાં પણ અમિતાભ બચ્ચને તેમનાં ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક ભાવૂક કવિતા શેર કરી હતી. હિન્દી અને અંગ્રેજીમાં કવિતા લખતા અમિતાભ બચ્ચને ડોક્ટર્સ માટે એક કવિતા લખી છે જે તેમણે તેમનાં ફેન્સ માટે આ ટિ્‌વટર પર શેર કરી હતી. આ પહેલાં અમિતાભ બચ્ચને ટિ્‌વટ કરી હતી કે, ‘આપની પ્રાર્થના અને શુભેચ્ચાઓની વર્ષાથી પ્રેમનાં તમામ બાંધ તોડી દીધા છે. મારા પૃથક વાસનાં અંધારાને આપ સૌએ જે રીતે રોશન કર્યુ છે તેની વ્યાખ્યા હું નથી કરી શકતો.’ મેગાસ્ટારે કહ્યું કે, જોકે તે દર કોઇ વ્યક્તિગત રૂપથી ધન્યવાદ નથી આપી શકતો પણ તેમનાં અને તેમનાં પરિવાર માટે જે પ્રકારનો પ્રેમ અને શુભકામનાની વર્ષા થઇ રહી છે તેનાંથી તે અભિભૂત છે.