અમેરિકામાં ગુજરાતીની હત્યા: મૂળ નવસારીના યુવાનનું ગળું દબાવી દીધું

0
7
આ દરિમયાન મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ર્વેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારે અશ્ર્વેત યુવકે તેમની ગળું દાબીને હત્યા કરી હતી
આ દરિમયાન મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ર્વેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારે અશ્ર્વેત યુવકે તેમની ગળું દાબીને હત્યા કરી હતી

અમદાવાદ: મૂળ નવસારીના ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં મેહુલ વશીની અશ્ર્વેત યુવક દ્વારા નિર્દયી રીતે હત્યા કરાઈ હતી. મોટેલના રિનોવેશન જેવી નજીવી બાબતે બોલાચાલી થતા અશ્ર્વેત યુવાને હત્યા કરતા ગુજરાતી સમાજમાં ચકચાર મચી હતી.

આ ઘટનાની વિગતો અનુસાર મૂળ ગણદેવીના રવીન્દ્ર વશીનો દીકરો મેહુલ વશી વર્ષોથી પોતાના પરિવાર સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઈવાન્સમાં રહતો હતો. મેહુલ વશીના પરિવારમાં પત્ની અને બે દીકરી છે. તેઓ એટલાન્ટાના રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. આ દરિમયાન મોટેલ રિનોવેશ જેવી નજીવી બાબતે એક અશ્ર્વેત યુવક સાથે તેમની બોલાચાલી થઈ હતી. ત્યારે અશ્ર્વેત યુવકે તેમની ગળું દાબીને હત્યા કરી હતી. એટલું જ નહિ, આ અશ્ર્વેત યુવકે મેહુલ વશીની જગ્યાએ રાત્રિની ફરજ પર આવેલા કર્મીએ મેહુલને ફોન કરીને એ ક્યાં છે એવું પૂછ્યું ત્યારે વળતા મેસેજમાં મેં તેને મારી નાખ્યો એવો જવાબ આપ્યો હતો.

આ હત્યાથી મૃતક યુવાન ના મૂળ વતન નવસારી તેમજ અમેરિકાના ગુજરાતી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. નવસારીમાં રહેતા તેમના પરિવારજનો તથા સંબંધીઓમાં શોક વ્યાપી ગયો હતો. તેઓએ હત્યારાને પકડી લેવા માગણી કરી છે. તો જ્યોર્જિયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. મેહુલભાઈની પત્ની હેતલ એટલાન્ટાની એક ફેક્ટરીમાં જોબ કરે છે અને પોતાનું બ્યૂટીપાર્લર ચલાવે છે. મોટી દીકરી આરોહી અને નાની દીકરી બીર્વા અભ્યાસ કરે છે.