અયોધ્યા મામલે દેશની ભલાઈ માટે મધ્યસ્થી પૅનલને સમજૂતી પ્રસ્તાવ આપ્યો :સુન્ની વકફ બોર્ડ

0
14

 સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ મામલે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડનું કહેવું છે કે, દેશના ભલા માટે મધ્યસ્થી પેનલને સમજૂતી પ્રસ્તાવ આપ્યો છે.

દેશમાં તમામ મુસલમાન શાંતિ ઈચ્છે છે. સુન્ની બોર્ડના અધ્યક્ષ જફર ફારુકીએ જણાવ્યું કે બોર્ડે તમામ સભ્યો સાથે બેઠક કરી છે અે બાદ મધ્યસ્થી પેનલ સમક્ષ સમજૂતી પ્રસ્તાવ સોંપવામાં આવ્યો છે. બોર્ડે દેશના ભાવિ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે તો દેશમાં હંમેશ માટે શાંતિ જળવાઈ રહેશે. મળતી માહિતી પ્રમાણે સુન્ની બોર્ડે કેટલીક શરતો પણ પ્રસ્તાવમાં રાખી છે. જોકે, કેટલાક મુસ્લિમ પક્ષકાર સુન્ની વકફ બોર્ડના નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે.