અલ્પેશ ઠાકોરનો ખુલ્લો પડકાર: રાત્રે 12 વાગ્યે પણ એકલો જ ફરું છું જેને મારવો હોય તે આવી જાય

0
21

ડીસા તાલુકાના માણેકપુરા ગામમાં દશેરા નિમિત્તે ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે હાજરી આપી હતી. તેમજ તેણે લોકસભાને સંબોધિત કરી હતી. અલ્પેશ કહ્યું કે હાલ જે રાજનીતિ ચાલી રહી છે તેનાથી કોઈને કઈ જ મળવાનું નથી. આ તમામ લોકો ગુજરાતને તોડવાના પ્રયત્નો અને ષડયંત્રો રચી રહ્યાં છે. લોકો કહે છે કે અલ્પેશ ઠાકોરને જેલમાં નાખી દો તેને મારી નાખો પણ તેમને ખબર નથી કે અલ્પેશ ઠાકોરે લાખો અલ્પેશ ઠાકોર પેદા કર્યા છે. તમે મને મારી નાખશો તો મારા અન્ય સિંહ કોઈના કહ્યામાં નહીં રહે. અને જે કોઈ પણ મને મારવાના સપના જોતા હોય તેમણે અલ્પેશ ઠાકોરે લલકારતા કહ્યું કે, ‘રાત્રે 12 વાગ્યે પણ એકલો ફરું છું, જેને મારવો હોય આવી જાય એટલે ખબર પડે’.

હું જ્યારે મરું ત્યારે મારું મોઢુ હસતું હોય- અલ્પેશ ઠાકોર

‘મારા મા-બાપને પુછી આવો જેમને જન્મ આપ્યો છે એમને પુછી આવો..કે એમનો છોકરો કોઈનાથી ડરે અને કોઈનાથી રોકાય તેવો અલ્પેશ ઠાકોર પેદા નથી કર્યો. મરી જવૂ પડે તો એક જ ટાઈમમાં મરવા તૈયાર છુ. જે ગરીબો માટે લડતો હોય તેને જો મોતનો ખોફ હોય તો તેણે લડવૂં પણ ના જોઈએ. હું જ્યારે મરું ત્યારે મારું મોઢુ હસતું હોય. પણ જેની પાસે ભાટીજી મહારાજ જેવા વીરયોદ્ધાઓ ખડેપગે ઉભા હોય તેનો કોઈ વાળ પણ વાકો ન કરી શકે’

.news/UGUJ-BSK-OMC-LCL-alpesh-thakor-contravercial-statement-if-anybody-wants-to-kill-me-then-come-gujarati-news
.news/UGUJ-BSK-OMC-LCL-alpesh-thakor-contravercial-statement-if-anybody-wants-to-kill-me-then-come-gujarati-news