અ’વાદઃ ચોકલેટની લાલચ આપી બે માસૂમ બાળકોને બનાવ્યાં પોતાની હવસનો શિકાર

0
165

માસૂમ બાળકો પર થતા અત્યાચારમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં અન્ય બે એવા કેસ સામે આવ્યા છે જેમાં ચોકલેટની લાલચ આપી એક બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું અને અન્ય એક કેસમાં ચોકલેટની લાલચ આપી પાંચ વર્ષની માસૂમ બાળાનો રેપ કરવામાં આવ્યો. બંને મામલામાં આરોપીઓ પીડિતોના ઓળખીતા જ હોવાનું સામે આવ્યું છે.હેલા કેસમાં 9 વર્ષના છોકરાના કાકાએ શાહિબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં પીડિતના કાકાએ કહ્યું કે પોતાના જ ઘરની બાજુમાં રહેતો એક 17 વર્ષનો છોકરો તેમના ભત્રીજાને ચોકલેટની લાલચ આપીને ગુરુવારે રાત્રે ધાબા પર લઈ ગયો હતો. બાદમાં માસૂમ બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાદમાં છોકરાએ દુખાવાની ફરિયાદ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પીડિત છોકરાને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.બીજા એક કેસમાં 5 વર્ષની છોકરીને ચોકલેટની લાલચ આપી નરાધમે બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ માધવપુરામાં રહેતા 28 વર્ષના રાજકુમાર ધોબીએ ચોકલેટની લાલચ આપી 5 વર્ષની માસૂમ બાળકીને પોતાના ઘરે લઈ ગયો હતો. આરોપી છેલ્લા 10 વર્ષથી પીડિતાના પાડોશમાં રહેતો હોવાથી બાળકીને ઘરે લઈ જવા પર તેના પરિજનોએ પણ કંઈ વાંધો નહોતો ઉઠાવ્યો.બાળકી પોતાના ઘરની સામે રમી રહી હતી ત્યારે રાજકુમાર ધોબી ચોકલેટની લાલચ આપી બાળકીને પોતાની સાથે લઈ ગયો અને બાદમાં તેના પર રેપ કર્યો હતો. શાહિબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.એન. રબારીએ કહ્યા મુજબ બાળકીએ સમગ્ર ઘટના વિશે તેની મમ્મીને વાત કરી હતી. જેને પગલે મહિલાએ તેના પતિને ફોન કરીને ઘરે બોલાવી લીધા હતા. બાળકીના પરિજનોએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો અને આરોપી વિરુદ્ધ FIR નોંધાવી હતી. માધવપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે જેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે.