અ’વાદ: જુઓ, આ રીતે થઈ રહી છે યોગ દિવસની તૈયારીઓ

0
117
ahmedabad-news/other/students-of-anjuman-school-practicing-for-yoga-day
ahmedabad-news/other/students-of-anjuman-school-practicing-for-yoga-day

21મી જૂનના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે. દુનિયાભરમાં લોકો આ દિવસે ભેગા મળીને યોગ કરશે અને અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકોને યોગ પ્રત્યે જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ દિવસે દેશની લગભગ દરેક શાળામાં વિદ્યાર્થીઓ ભેગા મળીને યોગ કરશે.અમદાવાદના ખમાસા વિસ્તારમાં આવેલી અંજુમન-એ-ઈસ્લામ સ્કૂલમાં પણ વિદ્યાર્થીનીઓએ યોગ દિવસની તૈયારી શરુ કરી દીધી છે.અંજુંમન સ્કૂલની વિદ્યાર્થીનીઓ ભારતના ત્રિરંગાના રંગના સ્કાર્ફ પહેરીને યોગ દિવસ માટેની તૈયારી કરી રહી છે. આ સ્કૂલમાં લગભગ દર વર્ષે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લે છે