અ’વાદ: જ્યારે પત્નીએ પતિને અન્ય મહિલા સાથે રંગેહાથે ઝડપ્યો

0
239
ahmedabad-news/other/wife-caught-husband-red-handed-with-other-woman
ahmedabad-news/other/wife-caught-husband-red-handed-with-other-woman

પત્નીએ પોતાના પતિને અન્ય મહિલા સાથે ગાંધીનગરના અડાલજ વિસ્તારના એક ગેસ્ટ હાઉસમાં રંગેહાથે પકડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પત્નીની ફરિયાદ અનુસાર ચાંદખેડા પોલીસે રવિવારના રોજ પતિ વિરુદ્ધ વ્યાભિચારનો ગુનો નોંધ્યો છેફરિયાદમાં 25 વર્ષીય મહિલા જણાવે છે કે, પાછલા થોડાક દિવસથી મારા પતિએ ઘરે આવવાનું બંધ કરી દીધુ હતું. મારા સાસુ અને નણંદે પણ આસપાસના વિસ્તારોમાં તેમની તપાસ કરી હતી. એક દિવસે જ્યારે બપોરના સમયે હું તેમને શોધી રહી હતી ત્યારે અડાલજના એક ગેસ્ટ હાઉસની બહાર તેમનું ટુ-વ્હીલ જોયું.પતિનું ટુ-વ્હીલર ગેસ્ટહાઉસની બહાર જોઈને પત્ની તેના સાસુ અને નણંદને લઈને હોટલ રુમમાં ગઈ અને પતિને રંગેહાથ પકડ્યો. આ ત્રણ મહિલાઓએ તેના 33 વર્ષીય જિગ્નેશ પટેલ અને તેની સાથેની મહિલાને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ત્યાંથી ભાગી ગયા. ત્યારપછી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી