અ’વાદ: પાકિસ્તાન જેલમાં સજા કાપી રહેલા ‘જાસૂસ’ની બહેનને મળશે નોકરી

0
173
.st-news/ahmedabad-news/other/hc-orders-to-give-job-to-sister-of-kuldip-yadav
.st-news/ahmedabad-news/other/hc-orders-to-give-job-to-sister-of-kuldip-yadav

મંગળવારના રોજ ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે જાસૂસીના આરોપ હેઠળ પાકિસ્તાનની જેલમાં સજા કાપી રહેલા કુલદીપ યાદવ(54)ની બહેન રેખા યાદવને નોકરી આપે.અમદાવાદના ચાંદખેડામાં રહેતા કુલદીપ યાદવ 1991માં આર્મીમાં જોડાયા હતા. રિપોર્ટ અનુસાર એક ગુપ્ત ઓપરેશન માટે તે પાકિસ્તાન ગયા હતા અને 1994માં જાસૂસીના આરોપ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી કુલદીપ કોટ લખપત જેલમાં સજા કાપી રહ્યા છે.જસ્ટિસ એમ.આર.શાહના નેતૃત્વમાં ડીવિઝન બેન્ચે સરકારને કુલદીપના 40 વર્ષીય બહેન રેખા યાદવને તેમની લાયકાતને ધ્યાનમાં રાખીને સરકારી નોકરી આપવાનો આદેશ આપ્યો છે. રેખાના એડવોકેટના જણાવ્યા અનુસાર, આવા અસાઈમેન્ટ ડોક્યુમેન્ટરી બેઝ પર નથી હોતા, અને સરકાર કુલદીપ જાસૂસ તરીકે પાકિસ્તાન ગયા હોવાની વાત ટાળશે, પરંતુ સરકારે આ કેસને એક્સેપ્શન ગણવો જોઈએ.એડવોકેટે જણાવ્યું કે, આર્મી જવાનો ફરજ દરમિયાન મૃત્યુ પામે અથવા બીમારીને કારણે રિટાયર થાય તો તેમને જે લાભ આપવામાં આવે છે તે કદાચ રેખા યાદવને મળી શકે, કારણકે આ કેસ તે કેટેગરીમાં નથી આવતો. પરંતુ આ સરકારે આ કેસને એક્સેપ્શન કેસ તરીકે ગણવો જોઈએ. રેખાએ સરકારને પોતાના ભાઈને પાછા લાવવા માટે ઘણી અરજી કરી.2014માં રેખાએ હાઈકોર્ટની મદદ લીધી અને પાકિસ્તાન સાથે વાતચીત કરીને પોતાના ભાઈની સજા ઘટાડવાની માંગ કરી હતી. રેખા યાદવે પોતાના માટે વળતર અને જોબની પણ ડિમાન્ડ કરી હતી. 2014માં હાઈકોર્ટે પાકિસ્તાનને અપીલ કરી હતી કે તે યાદવની સજા ઓછી કરી નાખે. આ સિવાય વિદેશ મંત્રાલયને પણ આ બાબતે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી