અ’વાદ IIMમાં હવે એવું ભણાવાશે કે કઈ રીતે ગ્રાહક તમારી જ પ્રોડક્ટ પહેલા ખરીદી લે

0
172
latest-news/ahmedabad-news/other/ahmedabad-iim-course-will-peeping-into-human-mind-for-marketing
latest-news/ahmedabad-news/other/ahmedabad-iim-course-will-peeping-into-human-mind-for-marketing

તમે ક્યારેય એવું વિચાર્યું છે કે શા માટે બંને પ્રોડક્ટ સેમ હોવા છતા તમે કોઈ એક પ્રોડક્ટ પસંદ કરો છો અને બીજી નહીં? આ માટે શું જવાબદરા છે- સેલ્સમેનશિપ, પ્રોડક્ટના ભાવ, કોઈના મોઢે સાંભળેલા વખાણ કે પછી ટીવી પરની એડ?શું બીજા ફેક્ટરમાં ફેરફાર થાય તો પણ ગ્રાહકની ખરીદી કરવાની પેટર્ન સેમ જ રહે છે કે પછી તેમાં પણ બદલાવ આવે છે? આવા પ્રશ્નોએ વર્ષોથી માર્કેટિંગ ફિલ્ડ સાથે જોડાયેલ પ્રોફેશનલ્સને જવાબ શોધવામાં બિઝી રાખ્યા છે. પણ હવે તો તમારા મગજમાં શું ચાલી રહ્યું છે તે જાણ્યા બાદ એવી પ્રોડક્ટ આપવી કે જેને ખરીદવાની તમે ના જ ન પાડી શકો તેવું કંઈક પ્રોફેશનલ્સ વિકસાવી રહ્યા છે.ગ્રાહક કેમ વસ્તુ ખરીદે છે તેનો જવાબ વ્યક્તિ પાસેથી નહીં પણ તેના મગજમાં જરુર હોય છે. અને આ માટે જ હવે માર્કેટિંગનો નવો ફંડા આવી રહ્યો છે જેમાં તમારા મગજમાં શું ચાલી રહ્યું છે તેના આધારે જ તમે પ્રોડક્ટ દેખાડવામાં આવે કે પછી તે પ્રમાણે રજૂ કરવામાં આવે જેથી તમે તે પ્રોડક્ટ ખરીદી જ લો તેવું તમારુ મગજ પણ તમને કહે. આ નવા સબ્જેક્ટનું નામ છે ‘ન્યુરો સાયન્સ ઇન માર્કેટિંગ’ જે ખાસ અમદાવાદ IIM ખાતે ભણાવવા માટે ડીઝાઈન કરવામાં આવ્યો છે.આ અંગે વધુ જણાવતા પ્રોફેસર અરવિંદ સહાય કહે છે કે ‘આ કોર્સને લોંચ કરવા પાછળ અમે વિચાર્યું કે વ્યક્તિની વૈચારીક સ્થિતિનો જ મેપ નહીં પણ ફંક્શનલ મેગ્નેટિક રીસોનેન્સ ઇમેજિંગ(FMRI) તેમજ ઇલેક્ટ્રોએન્સાઇક્લોગ્રાફી દ્વારા વ્યક્તિના મગજમાં શું ચાલે છે તે જાણ્યા બાદ માર્કેટિંગ પ્રોફેશનલ જાણી શકે છે કઈ રીતે વ્યક્તિ સામે જે તે પ્રોડક્ટ પ્રેઝન્ટ કરવાથી તેની ધારી અસર પડશે. હાલ પણ કેટલીક ટોચની FMCG કંપનીઓ આ રીતે ન્યરોસાયન્સનો ઉપયોગ કરી જ રહી છે.હાલ ભારતમાં IIM અમદાવાદ એકમાત્ર ઇન્સ્ટિટ્યુટ છે જે આ વિષયમાં સંશોધન કરી રહી છે. ન્યુરોસાયન્સ અને ગ્રાહકોના વર્તનના અભ્યાસના તારણો દ્વારા બિઝનેસને એક નવી ઉંચાઈ પર લઈ જઈ શકાય છે. કઈ રીતે બે અલગ અલગ વિષય એકબીજા સાથે ભળીને સારુ પરિણામ આપે તે અંગે જણાવતા પ્રોફેસરે કહ્યું કે, ‘વ્યક્તિના મગજમાં સતત એક્ટિવિટી શરુ હોય છે. તે જ્યારે પણ કોઈ વસ્તુ કે વ્યક્તિ જુએ છે ત્યારે તેના મગજના અલગ અલગ ભાગમાં એક્ટિવિટી જોવા મળે છે. આ એક્ટિવિટીને નોંધી તેની સાથે બિઝનેસ આઇડિયા જોડીને રજૂ કરવાથી વ્યક્તિ જે તે પ્રોડક્ટ ખરીદશે જ તેવા ચાન્સ ખૂબ જ વધી જાય છે.’અંતે તેમણે ઉમેર્યું કે માર્કેટિંગમાં બીહેવિયર ચેન્જ ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જોકે આ સાથે બિઝનેસના બીજા પણ કેટલાક પાસાઓ છે જેમ કે લીડરશિપ, ચેન્જ મેનેજમેન્ટ, વગેરે.