અહીં છે ‘લેડી ડૉન’નો આતંક, નામ લેતા પણ ગભરાય છે લોકો

0
367
india-news/people-are-afraid-of-lady-don-bashiran-in-delh
india-news/people-are-afraid-of-lady-don-bashiran-in-delh

રાજધાની દિલ્હીના સંગમ વિહાર વિસ્તારમાં ‘અમ્મા’ નામથી જાણીતી થયેલી બશીરનનું મકાન પોલીસે સીલ કરી લીધું છે. સંગમ વિહારની આ ‘લેડી ડોન’ અને તેના 8 દીકરાઓ વિરુદ્ધ 113 કેસો દાખલ છે. બશીરન અને તેના પરિવાર પર હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી જેવા ગંભીર આરોપો છે. આ 113 મામલાઓમાં સાત હત્યાના કેસ, 3 હત્યાના પ્રયાસોના મામલા શામેલ છે. 58 વર્ષિય બશીરન આ સમયે પોતાના ત્રણ દીકરાઓ સાથે ફરાર છે.સંગમ વિહાર વિસ્તારમાં બશીરનનો એવો આતંક છે કે અહીંયાંના લોકો તેના વિશે વાત કરવામાં પણ ડરી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ બધા મામલાની સુનાવણી માટે કોર્ટે બશીરનને બોલાવી હતી, પરંતુ કોર્ટમાં હાજર ન થવાના કારણે બુધવારે તેના ઘરને સીલ કરી દેવામાં આવ્યું. રિપોર્ટ્સ મુજબ બશીરન પાછલા લગભગ 4 મહિનાથી ફરાર છે. આત તો તેણે ખૂબ પહેલા અપરાધની દુનિયામાં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું, પરંતુ તેના પર પોલીસને શકંજો કસાવાનું આ વર્ષે જાન્યુઆરીમાં શરૂ થયું58 વર્ષિય આ લેડી ડોનને જાન્યુઆરીના મહિનામાં એક છોકરાનું અપહરણ કરીને સંગમ વિહાર પાસેના જંગલમાં તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સમયસર પોલીસ ત્યાં પહોચી ગઈ અને છોકરાની બચાવી લેવાયો. તપાસમાં સામે આવ્યું કે આ પહેલા બશીરને તે જંગલમાં સપ્ટેમ્બર 2017માં એક છોકરાની હત્યા કરી તેને દાટી દીધો હતો.જણાવી દઈએ કે બશીરને પોતાના દીકરાઓને તો ગુનાની દુનિયામાં દાખલ કર્યા, પરંતુ ઘણાબધા અન્ય બાળકોને પણ નશાની લત લગાવીને પૈસાની લાલચ આપી આ દુનિયામાં લાવવાનું કામ કર્યું છે. પોલીસ સતત તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. સંગમ વિહારના એસએચઓ ઉપેન્દ્ર સિંહ અને તેમની ટીમે બશીરનનું ઘર સીલ કરવાની મંજૂરી માગી હતી. પોલીસથી બચવા માટે બશીરને પોતાના ઘરની સામે જ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. હાલમાં પોલીસ બશીરન અને તેના ત્રણ દીકરાઓની શોધી રહી છે. તેના બે દીકરાઓ હાલમાં જેલમાં છે, જ્યારે ત્રણ જમાનત પર બહાર છે