આંધ્રના નાણા મંત્રીએ કહ્યું- મોદીથી મોટો કોઈ એનાકોન્ડા નથી, CBI-RBI જેવી સંસ્થાઓ ગળી ગયા

0
6

આંધ્રપ્રદેશની ચંદ્રબાબુ નાયડૂ સરકારના નાણા મંત્રી યનામાલા રામકૃષ્ણુડૂએ રવિવારે વડાપ્રધાન મોદીની તુલના એનાકોન્ડા સાથે કરી. તેઓએ કહ્યું કે મોદીથી મોટા એનાકોન્ડા કોણ હોય શકે છે? તે પોતે એનાકોન્ડાની જેમ CBI અને RBI જેવા સંસ્થાઓને ગળી રહ્યાં છે. તેલગુ દેશમ પાર્ટીના નેતાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આજકાલ મોદીજીને અપશબ્દો કહેવાની હરિફાઈ ચાલી રહી છે.

ભાજપે TDPની કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની નિંદા કરી હતી. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આંધ્રના મુખ્યમંત્રી નાયડૂને ભ્રષ્ટાચારના સરદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે TDP સત્તા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. બે દિવસ પહેલાં દિલ્હીમાં TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત વિપક્ષી દળોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારે કોંગ્રેસ-TDPએ ગઠબંધન અને સાથે કામ કરવાની વાત કરી હતી. રાહુલ અને નાયડૂએ લોકશાહી અને દેશને બચાવવાની વાત કરી હતી.

મંત્રીએ ભાજપના નેતાઓને ટોમ-ડિક-હેરી કહ્યું

– રામકૃષ્ણુડૂએ TDPની નિંદા પર કહ્યું હતું કે આજકાલ ટોમ, ડિક અને હેરી ભૂતકાળની રાજનીતિ પર ચર્ચા કરી રહ્યાં છે. ભૂતકાળ વર્તમાન કે ભવિષ્ય ન હોય શકે, પરંતુ વર્તમાન અને ભવિષ્ય આગળ ભૂતકાળ હશે. TDPની નિંદા કરનારાઓએ આ વાત સમજવી જોઈએ. અમારી પાર્ટી કોઈ ખાસ પક્ષના વિરોધમાં સ્થાપિત નથી થઈ, પરંતુ વ્યવસ્થા માટે લડવાના હેતુસર તેની શરૂઆત થઈ છે.

કોઈ મુદ્દો ન બચ્યો તો મોદીને નિશાન બનાવી રહ્યાં છે

– કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, “આજકાલ નેતાઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે કોણ સૌથી વધુમાં વધુ અપશબ્દો કહી શકે છે. પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈએ મોદીજીને નિશાન બનાવ્યા છે ત્યારે તેઓ વધુ મજબૂત બનીને સામે આવ્યાં છે. જ્યારે તમારી પાસે સરકાર વિરૂદ્ધ કોઈ મુદ્દો નથી તો આ બધી વાતોમાં લાગી જાવ છો.”

માર્ચમાં NDA સાથે છેડો ફાડ્યો હતો TDPએ

– TDP પહેલાં કેન્દ્રમાં સત્તારૂઢ NDAમાં સામેલ હતું, પરંતુ આંધ્ર માટે વિશેષ પેકેજની માગને લઈને નાયડૂએ માર્ચમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લીધો હતો. તેઓએ મોદી સરકાર પર આંધ્રપ્રદેશની જનતા સાથે અન્યાય અને અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કહ્યું હતું કે ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં આપેલાં વાયદાઓ પૂર્ણ નથી કર્યાં.

ews/NAT-HDLN-andhra-finance-minister-yanamala-ramakrishnudu-says-pm-modi-to-an-anaconda-gujarati-news-5978298-NOR.html?ref=h
ews/NAT-HDLN-andhra-finance-minister-yanamala-ramakrishnudu-says-pm-modi-to-an-anaconda-gujarati-news-5978298-NOR.html?ref=h