આજથી કોરોના વેક્સિન અભિયાન શરૂ

0
5
સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે.
સરકારે જણાવ્યા અનુસાર સૌ પ્રથમ અંદાજે એક કરોડ સ્વાસ્થ્યકર્મીઓને, ત્યાર બાદ અંદાજે બે કરોડ ફ્રન્ટલાઇન કર્મચારીઓ અને ત્યાર બાદ પચાસ વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી મૂકવામાં આવશે.

નવી દિલ્હી: કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધને કોવિડ-૧૯ વેક્સિન અભિયાનની રાષ્ટ્રવ્યાપી તૈયારીની શુક્રવારે સમીક્ષા કરી હતી. તેમણે કોવિડ માટે નિર્માણ ભવનમાં બનાવવામાં આવેલા ખાસ ક્ધટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી.આ વેક્સિન અભિયાનની વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે ૧૦.૩૦ વાગ્યાથી વીડિયો લિંક મારફત શુભ શરૂઆત કરાવશે. મંત્રાલયે જણાવ્યું હતું કેરસી મૂકવાનો કાર્યક્રમ આખા દેશના બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા ૩૦૦૬ કેન્દ્રમાં યોજાશે. આ દરમિયાન બધા જ કેન્દ્રો વીડિયો લિંક દ્વારા જોડાયેલા રહેશે. દરેક કેન્દ્રમાં અંદાજે ૧૦૦ જેટલી વ્યક્તિને રસી મૂકવામાં આવશે.રસી મૂકવાના કાર્યક્રમનું આયોજન તબક્કાવાર પ્રાથમિકતા ધરાવતા જૂથના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી મૂકવામાં આવશે.વર્ધને જણાવ્યું હતું કે ભારતનો પોતાના નાગરિકોને કોરોનાની રસી મૂકવાનો કાર્યક્રમ આખા વિશ્ર્વમાં આ પ્રકારનો સૌથી મોટો કાર્યક્રમ હશે. કોવેક્સિન અને કોવિશિલ્ડ બંને પ્રકારની રસી સુરક્ષિત છે.ક્ધટ્રોલરૂમની મુલાકાત દરમિયાન એમણે સ્વાસ્થ્ય મંત્રાલયે ડેવલપ કરેલી કો-વિન (ઑનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ) પ્રણાલીનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ પ્રણાલી દ્વારા તુરંત જ રસીનો સ્ટોક, સ્ટોરેજનું તાપમાન અને વ્યક્તિગત રીતે રસી લેનારની માહિતી મેળવી શકાશે.આ પ્રણાલી રાષ્ટ્રીય સ્તરે આ કામ માટે નીમાયેલા ખાસ મેનેજરોને રસીની પ્રક્રિયા દરમિયાન મદદ કરશે. તેઓ મેનેજરોને લાભકર્તાએ રસી મુકાવી કે નહીં, આયોજિત સત્ર અને ખરેખર યોજાયેલા સત્ર, કેટલી વેક્સિન વપરાઇ વગેરે માહિતી આપશે.કેન્દ્ર સરકારે ખરીદેલો ૧.૬૫ કરોડ વેક્સિનનો જથ્થો બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પહેલા તબક્કા માટે મોકલી દેવાયો છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પંદર દિવસમાં વધુમાં વધુ ૧૦ દિવસ કોવિડ-૧૯ના રસીકરણ માટે વાપરવાની સલાહ આપવામાં આવી છે. છેવટે પચાસ વર્ષથી ઓછી વયના લોકોને આ રસી મૂકવામાં આવશે.સ્વાસ્થ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન કર્મચારીઓની રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે.