આજે જાણો કેવુ રહેશે કર્ક રાશિના જાતકોનું ૨૦૨૧નું રાશિફળ….

0
11

કર્ક

પોઝિટિવઃ– કર્ક રાશિના લોકો માટે આ વર્ષ સારી સફળતા લઇને આવી રહ્યું છે. તમે તમારા કૌશલ્ય તથા ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશો તથા છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓ ઉપર પણ વિરામ લાગશે. કોઇ કોર્ટ કેસને લગતી સમસ્યાનો ઉકેલ પણ શાંતિથી મળી શકશે. વર્ષના બીજા ભાગમાં થોડું સાવધાન રહેવાની જરૂરિયાત છે. જોકે, તમે તમારી કુશળતા અને કાર્યક્ષમતા દ્વારા નકારાત્મક પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે. યુવાઓ માટે આ વર્ષ સારી સફળતા લઇને આવી રહ્યું છે. માત્ર થોડી વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

નેગેટિવઃ- ભાવુકતા અને વધારે ઉદારતા તમારી સૌથી મોટી નબળાઈ રહેશે. આ નબળાઈ ઉપર વિજય પ્રાપ્ત કરો. બાળકોના લગ્ન તથા કરિયરને લગતી થોડી ચિંતા રહેશે, પરંતુ મે મહિના પછી આ સમસ્યાઓનું સમાધાન પણ મળી જશે. અયોગ્ય તથા બે નંબરના કાર્યોમાં બિલકુલ રસ ન લેશો, નહીંતર સમસ્યા ઊભી થઇ શકે છે. પિતા-પુત્રની વચ્ચે થોડો મતભેદ રહેશે. થોડી સાવધાની અને વિચારોમાં નિયંત્રણ રાખીને સંબંધોને મધુર જાળવી રાખવા સરળ રહેશે.

વ્યવસાયઃ- વેપારમાં તમારા મહત્ત્વપૂર્ણ નિર્ણય ઉત્તમ રહેશે. તથા વિસ્તારને લગતી જે યોજનાઓ ઘણાં સમયથી ટાળી રહ્યા હતાં, તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ સારી થશે પરંતુ રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ પણ વધારે થશે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ ઓર્ડર પ્રાપ્ત થશે. પાર્ટનર્સ તથા કર્મચારીઓ ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરશો નહીં. કેમ કે તેમના દ્વારા તમારા પ્રત્યે દગાબાજી તમારા માટે ખૂબ નુકસાનદાયી રહેશે. પ્રોપર્ટીને લગતો વેપાર આ સમયે ખૂબ જ ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓને નોકરીને લગતી પરીક્ષાના પરિણામ તેમના પક્ષમાં રહેશે. સરકારી સેવા કરનાર વ્યક્તિઓને આ વર્ષે સાવધાન રહેવાની જરૂરિયાત છે. અજાણ્યા વ્યક્તિઓ સાથે સંબંધ તથા કોઇ લાલચના કારણે પરેશાનીમાં પડી શકો છો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ આ વર્ષ ઉત્તમ છે. ક્યારેક બાળકોની હરકત તથા અડિયલ વ્યવહારના કારણે ચિંતા રહેશે. પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે. પરંતુ કોઇ બહારના વ્યક્તિની દખલ તમારા વ્યક્તિગત જીવન ઉપર પડવા દેશો નહીં. કોઇ નજીકના સંબંધી સાથે ચાલી રહેલો વિવાદ પણ પૂર્ણ થશે અને એકબીજા સાથેના સંબંધ ફરી મધુર થઇ જશે. પ્રેમ સંબંધો પ્રત્યે પ્રામાણિક રહો.

સ્વાસ્થ્યઃ- આ વર્ષે શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. ક્યારેક કામકાજમાં વધારે મહેનત અને પરિશ્રમના ચક્કરમાં શારીરિક અને માનસિક રૂપથી વધારે થાક અનુભવ કરશો. બહારના ખાનપાન ઉપર નિયંત્રણ રાખો, તેના કારણે ગેસ અને એસિડિટીની સમસ્યા પરેશાન કરી શકે છે. વ્યાયામ, યોગ તથા મેડિટેશનને તમારી દિનચર્યામાં ગંભીરતાથી સામેલ કરો.