આટલી ગરમી છતાં ACનું વેચાણ ઘટ્યું

0
749
business-news/corporates/ac
business-news/corporates/ac

સત્તાવાર રીતે કહી શકાય કે, કમોસમી વરસાદને કારણે આ ઉનાળામાં કૂલિંગ એપ્લાયન્સિસ (એસી અને ફ્રીઝ)ના વેચાણ પર અસર પડી છે. એસીના વેચાણ પર ગંભીર અસર પડી હોવાથી છેલ્લાં ત્રણ વર્ષમાં તેનું સૌથી ખરાબ વેચાણ થયું છે એવી માહિતી માર્કેટ રિસર્ચ કંપની GfK દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા તાજા ડેટા પરથી મળે છે.

GfKના ડેટા મુજબ, 2017ના એપ્રિલની સરખામણીએ 2018ના એપ્રિલમાં એસીના વેચાણમાં વિક્રમ 19 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે માર્ચમાં તેનું વેચાણ બે ટકા ઘટ્યું હતું. ઉદ્યોગજગતના અંદાજ પ્રમાણે, છેલ્લાં બે સપ્તાહમાં ઉત્તરનાં રાજ્યોમાં અસહ્ય ગરમી પડી હોવા છતાં મે મહિનામાં એસીનું વેચાણ વધુ 12થી 14 ટકા ઘટ્યું હતું. GfKના અહેવાલ મુજબ, ફ્રીઝનું વેચાણ (યુનિટ સેલ્સમાં) ગયા વર્ષની સરખામણીએ માર્ચ અને એપ્રિલમાં 3 ટકા ઘટ્યું હતું.ઉનાળુ એપ્લાયન્સિસના વેચાણમાં નરમાઈ હોવા અંગે ઇકોનોમિક ટાઇમ્સે ગયા મહિને અહેવાલ પણ પ્રકાશિત કર્યો હતો. ઉદ્યોગજગતના એક્ઝિક્યુટિવ્સ જણાવે છે કે, ફ્રીઝના વેચાણ પર પ્રમાણમાં ઓછી અસર પડી હતી કારણ કે, તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્શિયસને વટાવી દે એટલે ખાવાનું બગડી જતું હોવાથી ફ્રીઝના ખરીદનારા મળી રહે છે.ઉનાળામાં ફ્રીઝ ખરીદનારામાં મુખ્યત્વે ફર્સ્ટ-ટાઇમ ખરીદદાર હોય છે. આનાથી વિપરીત રાત્રિનું તાપમાન 30 ડિગ્રી કરતાં વધે ત્યારે એસીના વેચાણમાં તેજી આવતી હોય છે કારણ કે, રાત્રે આટલા તાપમાનમાં ઊંઘ આવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ આ વર્ષે પશ્ચિમના વિસ્તારોને બાદ કરતાં આવી ગરમ રાતની સંખ્યા ઓછી હતી કારણ કે અવારનવાર વરસાદ પડી ગયો હતો.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ કહ્યું હતું કે, ઉત્તરનાં રાજ્યોમાં ગરમી વધી છે પરંતુ ગયા વર્ષે એસીની જે માંગ હતી તેના કરતાં વધારે માંગ ઊભી કરવા માટે આટલી ગરમી પૂરતી નથી. ઉપરાંત, 15મી જૂને ચોમાસુ બેસે ત્યાં સુધીના પખવાડિયામાં પણ વેચાણમાં વધુ 10થી 15 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે કારણ કે, ગયા વર્ષે પ્રિ-GST પહેલાં જબરજસ્ત વેચાણ થઈ ગયું હતું. “આ વખતે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી છે એટલે હવે ઓણમ અને અન્ય તહેવારોમાં વેચાણ વધવાની આશા છે.” એમ નંદીએ ઉમેર્યું હતું.આ વર્ષે દક્ષિણ અને પૂર્વમાં વેચાણ તો સંપૂર્ણપણે ધોવાઈ ગયું છે. GDPના આંકડા મજબૂત છે અને માંગ પણ સારી હોવાથી તહેવારોમાં વેચાણ વધવાની અમને આશા છે.” એમ બ્લૂ સ્ટારના જોઇન્ટ MD બી થિયાગરાજને કહ્યું હતું.

પૂર્વ ભારતમાં અગ્રસ્થાન ધરાવતી રિટેલર ગ્રેટ ઈસ્ટર્ન રિટેલના ડિરેક્ટર પુલકિત બૈદે કહ્યું હતું કે, એસીનું વેચાણ હવે માત્ર ઉનાળા પૂરતું સીમિત નથી પરંતુ સમગ્ર વર્ષમાં થોડું થોડું વેચાણ થતું જ રહે છે અને 2018માં આ ચિત્ર વધુ સ્પષ્ટ બનશેએસી માર્કેટની નં 1 કંપની વોલ્ટાસના CEO પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે એપ્રિલમાં વેચાણ પર અસર પડી હતી પરંતુ મેના બીજા પખવાડિયામાં દેશભરમાં ગરમી વધી હોવાથી વેચાણને વેગ મળ્યો હતો. જોકે, વોલ્ટાસે માર્ચથી મે મહિના દરમિયાન માત્ર એક આંકડામાં વૃદ્ધિ નોંધાવી છે