આર્થિક સંકડામણ વચ્ચે પણ પ્રધાનોના બંગલાઓ પાછળ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ

0
5
બીજી તરફ સમારકામના નામે પ્રધાનોના બંગલાઓનું સુશોભીકરણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે અને તે માટે લગભગ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
બીજી તરફ સમારકામના નામે પ્રધાનોના બંગલાઓનું સુશોભીકરણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે અને તે માટે લગભગ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

મુંબઈ:કોરોનાને પગલે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે રાજ્ય સરકાર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે અને તેમાં પણ મુખ્ય પ્રધાનના સરકારી નિવાસસ્થાન વર્ષા બંગલોસહિત અનેક સરકારી બંગલાઓના પાણીના બિલ ચૂકવ્યા ન હોવાનું માહિતી અધિકાર ધારા હેઠળ બહાર આવ્યું છે ત્યારે બીજી તરફ સમારકામના નામે પ્રધાનોના બંગલાઓનું સુશોભીકરણનું કામ હાથમાં લેવામાં આવ્યું છે અને તે માટે લગભગ ૯૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં પણ બંગલાના કામ ચાલી રહ્યા છે તેના કામમાં તમામ વસ્તુઓ મોંધી જ હોવી જોઈએ એવું દબાણ પણ પ્રધાનો દ્વારા તેમના પર્સનલ આસિસ્ટન્ટ અને અધિકારીઓ પર નાખવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે ત્યારે આ મુદ્દે વિરોધી પક્ષ ભાજપે સરકારના આ વલણની સખત શબ્દોમાં ટીકા કરી છે.

ધનંજય મુંડેના ચિત્રકૂટ બંગલો પર ૩ કરોડ ૮૯ લાખ જેટલો સૌથી વધુ ખર્ચ થયો છે તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બંગલો પર ૩ કરોડ ૨૬ લાખ જેટલો ખર્ચ થયો છે. અજિત પવારના દેવગિરી માટે ૧ કરોડ ૭૮ લાખ, બાળાસાહેબ થોરાતના રૉયલ સ્ટોન માટે બે કરોડ ૨૬ લાખ, અશોક ચવાણના મેઘદૂત માટે એક કરોડ ૪૬ લાખ, સુભાષ દેસાઈના શિવનેરી માટે એક કરોડ ૪૪ લાખ, છગન ભુજબળના રામટેક માટે એક કરોડ ૬૭ લાખ લાખ, મેડિકલ ઍજ્યુકેશન અને કલ્ચરલ અફેરના પ્રધાન અમિત દેશમુખના બંગલો માટે એક કરોડ ૪૦ લાખ, નિતીન રાઉતના પર્ણકુટી માટે એક કરોડ ૨૨ લાખ અને એકનાથ શિંદેના અગ્રદૂત અને નંદનવન માટે બે કરોડ ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોરોનાને પગલે રાજ્ય સરકાર આર્થિક સંકટમાં છે ત્યારે નાગરિકોએ કરવેરા રૂપે ભરેલા પૈસા પર આવો ફાલતું ખર્ચો કરવો કેટલું યોગ્ય હોવાનો સવાલ પણ વિરોધપક્ષે કર્યો છે.