આર્થિક સુસ્તી વચ્ચે સેંસેક્સ ૫૮૭ પોઈન્ટ ગગડી જતા ભારે હાહાકાર

0
9

બીએસઈમાં ચાર તેમજ એનએસઈમાં માત્ર સાત કંપનીઓના શેરોમાં લેવાલી રહી : મોટાભાગના શેરમાં વેચવાલી : કડાકા માટે વિવિધ પરિબળોની અસર


મુંબઈ, તા. ૨૨
સુસ્ત થઇ રહેલી અર્થવ્યવસ્થામાં નવા પ્રાણ ફુંકવા માટે ઉદ્યોગ જગત દ્વારા રાહત પેકજેની માંગ પર કેન્દ્ર સરકાર તરફથી કોઇ પ્રતિક્રિયા ન મળતા આજે ગુરૂવારના દિવસે શેરબજારમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. શેર બજારમાં ૧.૫૦ ટકાથી વધુનો ઘટાડો રહ્યો હતો. શેરબજારમાં પાંચ મહિનાની નીચી સપાટી જાવા મળી હતી. રિયાલ્ટી, મેટલ અને ઓટોમોબાઇલના શેરમાં તેમજ સરકારી કંપનીઓના શેરમાં ભારે અફડાતફડી મચી ગઇ હતી. આ તમામ શેરમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. ભારે મંદી વચ્ચે આજે બીએસઇની ૩૦ કંપનીઓના શેર પર આધારિત સેંસેક્સ ૫૮૭ પોઇન્ટ ઘટીને ૩૬૪૭૩ની નીચી સપાટી પર રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજના ૫૦ કંપનીઓના શેર પર આધારિત નિફ્ટી ૧૮૧ પોઇન્ટ ઘટીને ૧૦૭૩૮ની નીચી સપાટી પર રહ્યો હતો. દિવસ દરમિયાનના કારોબારમાં સેંસેક્સ ૩૭૦૮૮ની ઉંચી સપાટી પર અને ૩૬૩૯૧ની નીચી સપાટી પર રહ્યો હતો. આવી જ રીતે નિફ્ટી ૧૦૯૦૮.૨૫ની ઉંચી સપાટી અને ૧૦૭૧૮ની નીચી સપાટી જાવા મળી હતી. બીએસઈમાં માત્ર ૪ કંપનીના શેર તેજીમાં રહ્યા હતા. જ્યારે ૨૬ કંપનીઓના શેરમાં મંદી રહી હતી.

આવી જ રીતે એનએસઈમાં પણ માત્ર ૭ કંપનીઓના શેરમાં લેવાલી રહી હતી. જ્યારે ૪૩ કંપનીઓના શેરમાં વેચવાલી રહી હતી. જુદા જુદા પગલાના પરિણામ સ્વરૂપે શેરબજારમાં હાલ મંદી જાવા મળી રહી છે. વિદેશી મૂડીરોકાણકારોએ ઓગસ્ટ મહિનાના પ્રથમ હાફમાં મૂડી માર્કેટમાંથી નેટ આધાર પર ૮૩૧૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. આની સાથે જ ભારતીય માર્કેટમાંથી જંગી નાણાં પાછા ખેંચવાનો સિલસિલો જારી રહ્યો છે. એફપીઆઈ ટેક્સ અને ગ્લોબલ ટ્રેડ ચિંતાને લઇને અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે જેના કારણે વિદેશી મૂડીરોકાણકારો ચિંતાતુર દેખાઈ રહ્યા છે. ડિપોઝિટરી ડેટાના જણાવ્યા મુજબ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા ૧-૧૬મી ઓગસ્ટના ગાળા દરમિયાન નેટ આધાર પર ૧૦૪૧૬.૨૫ કરોડ રૂપિયાની ઇક્વટીનું વેચાણ કર્યું છે.કારોબારના અંતે સેસેક્સ ૨૬૮ પોઇન્ટ ઘટીને ૩૭૦૬૦ની નીચી સપાટી પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ ખાતે નિફ્ટી ૯૮ પોઇન્ટ ઘટીને ૧૦૯૧૯ની સપાટી પર બંધ રહ્યો હતો. સુસ્ત થઈ રહેલી અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સરકાર તરફથી ઉદ્યોગજગતને કોઈ પણ પ્રકારની મદદ હજુ સુધી કરવામાં આવી નથી. જેથી બજારમાં નિરાશા જાવા મળી રહી છે. હકીકતમાં કારોબારી પેકેજની રાહ જાઈ રહ્યા છે. મુખ્ય આર્થિક સલાહકારે અર્થવ્યવસ્થા માટે કોઈ પેકેજ આપવાનો ઈન્કાર કરીને તમામને ચોકાવી દીધા છે. વૈશ્વિક બજારોમાં પણ મંદી પ્રવર્તી રહી છે.