આલિયા ભટ્ટ જીવન અને કારકિર્દીની ગાડી ફાસ્ટ ટ્રેક પર દોડી રહી છે

0
7
કરણ જોહર તેનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘તખ્ત’ છોડીને હવે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે ‘કુછ કુછ હોતા હૈ’ જેવી એક હળવીફૂલ રોમેન્ટિક ફિલ્મ બનાવી શકે છે.
કરણ જોહર તેનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘તખ્ત’ છોડીને હવે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સાથે ‘કુછ કુછ હોતા હૈ’ જેવી એક હળવીફૂલ રોમેન્ટિક ફિલ્મ બનાવી શકે છે.

બૉલીવૂડમાં આલિયા ભટ્ટની ગણતરી એક સફળ અભિનેત્રીમાં થાય છે. ટૂંક સમયમાં જ તેણે અનેક સફળ ફિલ્મો આપી છે. હાલમાં પણ અભિનેત્રીની કારકિર્દીની ગાડી ફાસ્ટ ટ્રેક પર દોડી રહી છે. અનેક સારી સારી ફિલ્મો તેને ઑફર થઇ છે. ફિલ્મોની વાત કરીએ તો આલિયા ભટ્ટ અને રેસૂલ પૂકુટ્ટીની ફિલ્મની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને હવે આ ફિલ્મનું ટાઇટલ નક્કી થઇ ચૂક્યું છે. ફિલ્મનું નામ છે ‘પિહરવા’. આર્મી ઑફિસર બાબા હરભજન સિંહની કહાણી પરથી આ ફિલ્મ બની રહી છે. ફિલ્મ ભારત અને ચીન વચ્ચેના તણાવો પર બનશે અને એની સ્ક્રિપ્ટ પર કામ થઇ ચૂક્યું છે. હવે ૨૦૨૧થી ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે. ફિલ્મ વિશે વાત કરતાં રેસૂલ પૂકુટ્ટી કહે છે કે બાબા હરભજન સિંહ આપણી સીમાઓની આજે પણ રક્ષા કરે છે. વાત કરીએ આલિયાની તો તે કેટલાક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે.લૉકડાઉન બાદ બધી ફિલ્મોની ડેટ્સ આગળપાછળ થઇ ચૂકી છે. ખબર હતી કે એસ. એસ. રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’માં આલિયા ભટ્ટ કામ નહીં કરી શકે, કારણ કે તેની પાસે આ ફિલ્મ માટે ડેટ્સ નથી. જોકે, હવે આલિયા ફિલ્મનું શૂટિંગ શરૂ કરી ચૂકી છે.

અટકી શકે છે ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગમાનવામાં આવી રહ્યું છે કે ‘આરઆરઆર’ બાદ આલિયા પહેલાં ‘ગંગુબાઇ’નું શૂટિંગ શરૂ કરશે, કારણ કે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ માટે અયાન મુખર્જીને હજુ ઘણું કામ કરવાનું છે. આ ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારોને એક વાર ફરી ડેટ્સનું શેડ્યુલ બનાવવું પડશે.

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘ગોલમાલ-ફાઇવ’ માટે આલિયાનો સંપર્ક સાધવામાં આવ્યો છે. આલિયા ગંભીર ફિલ્મો વચ્ચે એક હળવીફૂલ ફિલ્મ કરવા ઇચ્છતી હતી અને રોહિત શેટ્ટીની ‘ગોલમાલ ફાઇવ’

તે અહીં ટકવા આવી છે. થોડા દિવસો પહેલાં જ પ્રશંસકોએ બૉલીવૂડમાં આલિયાએ કારકિર્દીનાં આઠ વર્ષ પૂર્ણ કરતાં જશ્ન મનાવ્યો હતો.

તેની પાસે બીજો કોઇ સારો વિકલ્પ નહોતો. જોકે, રોહિત શેટ્ટી હવે રણવીર સિંહ સાથે ‘અંગૂર’ ફિલ્મની
રીમેક બનાવી રહ્યા છે.

૨૦૧૯માં આવેલી ‘કલંક’ ફિલ્મ સાથે આલિયા ભટ્ટને તેની પહેલી ફ્લોપ ફિલ્મ મળી હતી. આ ફિલ્મના ફ્લોપ થયા બાદ આલિયાને મોટો ઝટકો લાગ્યો હતો અને તે આગામી ફિલ્મોની પસંદગીને લઇને સાવચેત થઇ ગઇ હતી.

સંજય લીલા ભણસાળીની ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ ફિલ્મમાં આલિયા ભટ્ટને અગ્નિપરીક્ષા આપવાની છે.

આ ફિલ્મમાં પ્રિયંકા ચોપડા લગભગ ફાઇનલ હતી, પણ સંજયે આ ફિલ્મ આલિયાને આપી. આનું કારણ હતું સલમાન ખાનની ફિલ્મ ‘ઇન્શાઅલ્લાહ’, જે ડબ્બામાં બંધ થઇ ગઇ.આલિયા ભટ્ટનો હરખ સમાતો નહોતો, જ્યારે તેને સલમાન ખાનની ‘ઇન્શાઅલ્લાહ’ ફિલ્મ માટે સાઇન કરવામાં આવી હતી. જોકે, સલમાને સંજય લીલા ભણસાળીની આ ફિલ્મ સાઇન કર્યા બાદ છોડી દીધી હતી.

બૉલીવૂડમાં હાલમાં જે જોડીનાં લગ્નની ચર્ચા થઇ રહી છે તે બીજું કોઇ નહીં પણ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. રિશી કપૂરના નિધન બાદ આલિયા ભટ્ટ રણબીર કપૂરના પરિવારની વધુ નજીક આવી ગઇ છે. બંને અવાર-નવાર એકસાથે જોવા મળે છે. મીડિયામાં ઘણા દિવસોથી ચર્ચા થઇ રહી છે કે વર્ષ ૨૦૨૧ના અંતમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન કરી શકે છે. આના પર હવે આલિયા ભટ્ટે પોતે પ્રતિક્રિયા આપી છે. આલિયા ભટ્ટ કહે છે કે કેમ બધા મને પૂછે છે કે હું ક્યારે લગ્ન કરીશ? હું ફક્ત ૨૫ વર્ષની છું. મને લાગે છે કે આ ઉંમરમાં લગ્ન કરવાં ખૂબ જલદી છે. આલિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે યોગ્ય સમય આવશે ત્યારે લગ્ન કરશે. અગાઉ આલિયા અને રણબીર આ વર્ષના અંત સુધીમાં પરણી જશે. જોકે, રિશી કપૂરના નિધનને પગલે બંનેએ તેમનાં લગ્ન પાછળ ધકેલી દીધાં.