આ અઠવાડિયાની વચ્ચે સતત બે દિવસ બંધ રહી શકે છે બેંક

0
290
.atest-news/india-news/bank-union-strike-banks-closed-two-days-in-this-week-
.atest-news/india-news/bank-union-strike-banks-closed-two-days-in-this-week-

તમારે બેંક સાથે જોડાયેલું કામ આ મહિનામાં પૂરું કરવું જરૂરી છે, તો તેને કાલ સુધીમાં પૂર્ણ કરી દેજો. કેમ કે 30 અને 31 મે સરકારી બેંકો બંધ રહી શકે છે. જેના કારણે તમને લેવડ-દેવડમાં મુશ્કેલી આવી શકે છે.ઉલ્લેખનીય છે કે સરકારી બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ 30 મેથી બે દિવસ દેશવ્યાપી હડતાળ કરવાની જાહેરાત કરી ચૂક્યા છે. પગારમાં માત્ર 2 ટકાના વધારો કરવાના પ્રસ્તાવ સામે આ હડતાળ જાહેર કરવામાં આવી છે.જો 30 મે પહેલા બેંકના કર્મચારીઓની માંગણી પર કોઈ ચોક્કસ આશ્વાસન નહીં મળે, તો તેઓ હડતાળ શરૂ રાખશે. આ હડતાળની અસર ખાનગી બેંકોના કામ પર ઓછી પડશે. કેમ કે આ હડતાળમાં સરકારી બેંકોના કર્મચારીઓ જોડાશે.બેંક યૂનિયનોના મતે ઈન્ડિયન બેંક એસોસિએશને (IBA)પગારમાં 2 ટકાના વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે. 5 મેના રોજ લાવેલા પ્રસ્તવમાં 31 માર્ચ, 2017 સુધી વેજ બિસ કોસ્ટમાં 2 ટકાનો વધારાની માંગણી કરવામાં આવી છે. બેંક યૂનિયન આ પ્રસ્તાનો વિરોધ કરી રહ્યું છે.યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન(UFBU)ના સંયોજક દેવીદાસ તુલજાપુરકરે ગત અઠવાડિયે કહ્યું હતું કે, ‘બેંકોને જે કોઈ નુકસાન થઈ રહ્યું છે તે તેમની બેડ લોન વધવાને કારણે થઈ રહ્યું છે. તેના માટે કોઈ પણ રીતે બેંકના કર્મચારીઓ જવાબદાર નથી.’યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યૂનિયનમાં બેંક કર્મચારીઓના નવ યૂનિયનો જોડાયેલા છે. જેમાં ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કંફડરેશન(AIBOC), ઓલ ઈન્ડિયા બેંક ઈમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA) અને નેશનલ ઓર્ગનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ (NOBW) સહિત અન્યનો સમાવેશ થાય છે