આ અઠવાડિયામાં ગુજરાતમાં પણ થઈ જશે ચોમાસાની એન્ટ્રી

0
300
.ahmedabad-news/other/imd-predicts-rainfall-in-gujarat-this-week
.ahmedabad-news/other/imd-predicts-rainfall-in-gujarat-this-week

મહારાષ્ટ્રમાં ચોમાસાની શરુઆત થઈ ગયા પછી હવે ગુજરાતમાં પણ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જણાઈ રહ્યા છે. IMDના અનુમાન અનુસાર, આ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડી શકે છે.IMDની વેબસાઈટ અનુસાર, કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા-નગર હવેલી સહિત ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં 11 જૂનથી 13 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. જો કે કચ્છમાં શુષ્ક વાતાવરણ જળવાઈ રહેશે.METના અધિકારીઓએ જણાવ્યું કે, કેરળમાં આવેલા વહેલા ચોમાસાને કારણે બની શકે કે ગુજરાતમાં પણ 10 જૂનની આસપાસ વરસાદ પડે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂનના ત્રીજા અઠવાડિયાથી ચોમાસુ શરુ થતુ હોય છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં હજી પણ અસહ્ય ગરમી પડી રહી છે. ભાવનગરમાં સૌથી વધારે 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ