આ હોટલમાં હનીમૂન મનાવો, જીતો 70 લાખ રૂપિયા

0
150
latest-news/international-news/asia/this-hotel-in-israel-invites-couples-to-make-babies-and-offers-a-chance-
latest-news/international-news/asia/this-hotel-in-israel-invites-couples-to-make-babies-and-offers-a-chance-

લગ્ન બાદ કપલ હનીમૂન પર જાય છે અને આના માટે તે ઘણું પ્લાનિંગ કરે છે અને ખર્ચો પણ કરે છે. પણ જો હનીમૂન પર જવા માટે પૈસા મળે અને હનીમૂન પણ શાનદાર રીતે મનાવી શકાય તો કેવું રહેશે? જી હા, તમે બિલકુલ સાચું વાંચી રહ્યાં છો. હવે હોટલ્સ હનીમૂન પર જનારા કપલ્સને આકર્ષિત કરવા માટે તમામ પ્રકારની ઑફર્સ તૈયાર કરવા લાગી છે. ઈઝરાયેલની એક હોટલે આવો જ એક પ્લાન તૈયાર કર્યો છે, જેમાં હનીમૂન મનાવવા આવનારા કપસને 70 લાખ રૂપિયા સુધીનું ઈનામ મળી શકે છે.જોકે, આના માટે હોટલ એક શરત પણ રાખી છે. ઈઝરાયેલની રાજધાન જેરુસલેમ ખાતે આવેલા હોટલ યેહૂદાએ શરત મૂકી છે કે, હનીમૂન માટે આવેલી મહિલાએ હોટલે જણાવેલી તારીખે ગર્ભવતી થવું પડશે. જો તમે આવું કરવામાં સફળ રહો તો તમને આ ડીલની ઈનામી રકમ મળી શકે છે.હોટલમાં એક ડૉક્ટર છે જે એ વાતની પુષ્ટિ કરે છે કે, મહિલા પહેલેથી તો ગર્ભવતી નથી અને હોટલમાં આવ્યા બાદ નક્કી તારીખે ગર્ભવતી થઈ છે કે નહીં. જે મહિલા 29 ફેબ્રુઆરીએ કન્સીવ કરે છે તે આ ઈનામી રકમ મેળવી શકે છે. ડૉક્ટર તરફથી ક્લિન ચિટ મળ્યા બાદ હોટલ આખી ટ્રિપનો ખર્ચ જાતે ઉપાડે છે.હોટલની આ ડીલ દર ચાર વર્ષમાં એકવાર લીપ યરમાં ખુલે છે. ફેબ્રુઆરીમાં મહેમાનોનું આવવાનું શરૂ થાય છે. હોટલનું કહેવું છે કે, આ સમયે અમારી બુકિંગ 50 ટકા સુધી ફુલ રહે છે. નિશ્ચિતપણે ભલે આ ડીલને જીતનારા કપલ એક-બે હોય પણ મોટાભાગના રૂમ બુક થવાને કારણે હોટલને ઘણી સારી કમાણી થઈ જાય છે