ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ : રાધેમાં સલમાન અલગ પ્રકારના પોલીસના પાત્રમાં જોવા મળશે : પ્રભુ દેવા

0
15

સલમાન ખાનની ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ : રાધે’માં તે અલગ પ્રકારના પોલીસના પાત્રમાં જોવા મળશે એવી માહિતી પ્રભુ દેવાએ આપી છે. આ ફિલ્મ ૨૦૨૦ની ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. એથી એનું શૂટિંગ ચાર નવેમ્બરથી શરૂ થાય એવી શક્યતા છે.

૨૦૧૭માં આવેલી કોરિયાની ‘ધ આઉટલૉઝ’ પરથી ‘ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ : રાધે’ પ્રેરિત હોવાનું મનાય છે. સલમાનના કૅરૅક્ટરને લઈને પ્રભુ દેવાએ કહ્યું હતું કે ‘આ પૂરી રીતે એકદમ અલગ પાત્ર હોવું જોઈએ. નહીં તો લોકો એમ કહેશે કે અમે એક જ કૅરૅક્ટરને રિપીટ કરી રહ્યા છીએ. અમે એના પર કામ કરી રહ્યા છીએ. અમારો ટાર્ગેટ ઈદ છે અને એથી અમારે સમયસર બધું કામ કરવાનું રહેશે. હું ઝડપથી કામ કરી રહ્યો છું. આ પણ એક અદ્દલ ‘દબંગ’ સ્ટાઇલની ફિલ્મ છે.

‘દબંગ’ કરવી મારા માટે એક ચૅલેન્જ હતી. હું આ ફિલ્મની સિરીઝ માટે નવો હતો.

યુનિટના બધા લોકોએ પહેલા અને બીજા પાર્ટમાં સાથે કામ કર્યું હતું. જોકે મેં બન્ને પાર્ટ જોયા હતા. એથી એમાં ઓતપ્રોત થવાનો મેં પ્રયાસ કર્યો હતો. સદ્નસીબે હું એમાં સફળ પણ થયો છું.’