ઈડરના ધારાસભ્યએ બાયડમાં ધવલસિંહ ઝાલાની રેલીમાં જીપની બોનેટ પર બેસી ભાજપનો પ્રચાર કર્યો

0
10

અરવલ્લી : બાયડની વિધાનસભાની પેટા ચૂંટણી માટે ધવલસિંહ ઝાલાએ સોમવારે ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અને પૂર્વ ગૃહ મંત્રીની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા સંસદ દીપસિંહ રાઠોડ અને સાબરકાંઠા જીલ્લાના ત્રણે ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ ટ્રાફિકના નિયમોનો સરેઆમ ઉલાળિયો કરતા ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા ધવલસિંહ ઝાલાની જે ખુલ્લી જીપમાં રેલી નીકળી હતી જેમાં ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ જીપની બોનેટ પર બિન્દાસ્ત ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાડતા હોય તેમ બેસી ગયા હતા ભાજપના કમળના ચિન્હ સાથે પ્રચાર કરી કાર્યકર્તાઓ સાથે સેલ્ફી પણ બેધડક લીધી હતી જો આ કૃત્ય કોઈ સામાન્ય નાગરીકે કર્યું હોત તો પોલીસ કે આરટીઓ દ્વારા તાત્કાલિક ત્રણ હજારનો દંડ સ્ટંટ કરનાર અને ત્રણ હજારનો દંડ કારના માલિક પાસેથી વસુલ કરી દીધો હોત હિતુ કનોડિયાનો ફિલ્મી સ્ટન્ટ કરતા હોય તેવા દ્રશ્યો બાયડના નાગરિકોમાં ચર્ચા સ્થાને રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે રેલીમાં જે ખુલ્લી જીપના બોનટ પર હિતુ કનોડીયા આગળ બેસી ટ્રાફિકના નિયમો નેવે મુક્યા હતા તે રેલીમાં રાજ્ય ગૃહ પ્રધાન ઉપસ્થિત હતા એટલુ જ નહીં આ ખુલ્લી જીપમાં ધવલસિંહની સાથે પુર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયા, સાસંદ દીપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, વલસાડના ધારાસભ્ય તેમજ રાજયકક્ષાના મંત્રી રમણભાઈ પાટકર, પુર્વ રાજયકક્ષાના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ ઉપસ્થિત હતા તેમ છતાંએ પોતાની સરકાર દ્વારા બનાવાયેલો નિયમ યાદ ના આવ્યો અને હિતુ કનોડીયા તેમના જ જીવના જોખમે પણ બિન્દાસ્ત રીતે સવારી કરી કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવી અને સેલ્ફી પણ લીધી હતી