ઈન્ટર કોલેજની કબડ્ડીમાં બે ટીમની વચ્ચે મારામારી

0
3
અમદાવાદ, તા.૭ શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં આજે યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે અચાનક કોઇક કારણસર મારામારી થઈ હતી જેને પગલે ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ એક તબક્કે સામસામે આવી ગઈ હતી અને બાદમાં ખુરશીઓ ઉછળી હતી. કબડ્ડીનું મેદાન રણમેદાનમાં પરિવર્તિત થઇ જતાં અને અફરાતફરીનો માહોલ સર્જાતાં દર્શકો પણ ત્યાંથી ભાગ્યા હતા. કબડ્ડીની મેચમાં મારામારી બાદ ખુરશીઓ ઉછળતાં રમતગમતની ઇવેન્ટ ખોરંભે પડી હતી. તો, દર્શકોમાં પણ દોડધામ મચતાં સીકયોરટી જવાનોને પણ Âસ્થતિ કાબૂમાં લેતાં ફાંફા પડી ગયા હતા. આ ધમાલનો લાભ લઇ કેટલાક તોફાની તત્વોએ હવામાં ખુરશીઓ મારતા ડરનો માહોલ ઊભો થયો હતો. જેને પગલે ત્યાં હાજર દર્શકોએ ભાગવું પડ્‌યું હતું. ટ્રાન્સ્ટેડિયા એરેનામાં અમદાવાદની કોલેજો વચ્ચે ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેને ફાર્ચ્યુન જાયન્ટ્‌સે ટુર્નામેન્ટને સ્પોન્સર કરી હતી. જેની આજે એપી પટેલ કોલેજ અને એચ કે બીબીએ કોલેજના સ્ટુડન્ટ વચ્ચે સેમીફાઈનલ રમી રહી હતી. મેચ દરમ્યાન જ અચાનક બંને ટીમ વચ્ચે મારામારી અને ખુરશીઓ ઉછળતાં મેચને સ્થગિત કરી દેવાઈ હતી.

અમદાવાદ, તા.૭
શહેરના કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા એરેના ક્લબમાં આજે યોજાયેલી કબડ્ડીની મેચમાં બે ટીમો વચ્ચે અચાનક કોઇક કારણસર મારામારી થઈ હતી જેને પગલે ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટમાં બે ટીમ એક તબક્કે સામસામે આવી ગઈ હતી અને બાદમાં ખુરશીઓ ઉછળી હતી. કબડ્ડીનું મેદાન રણમેદાનમાં પરિવર્તિત થઇ જતાં અને અફરાતફરીનો માહોલ સર્જાતાં દર્શકો પણ ત્યાંથી ભાગ્યા હતા. કબડ્ડીની મેચમાં મારામારી બાદ ખુરશીઓ ઉછળતાં રમતગમતની ઇવેન્ટ ખોરંભે પડી હતી. તો, દર્શકોમાં પણ દોડધામ મચતાં સીકયોરટી જવાનોને પણ Âસ્થતિ કાબૂમાં લેતાં ફાંફા પડી ગયા હતા. આ ધમાલનો લાભ લઇ કેટલાક તોફાની તત્વોએ હવામાં ખુરશીઓ મારતા ડરનો માહોલ ઊભો થયો હતો. જેને પગલે ત્યાં હાજર દર્શકોએ ભાગવું પડ્‌યું હતું. ટ્રાન્સ્ટેડિયા એરેનામાં અમદાવાદની કોલેજો વચ્ચે ઈન્ટરકોલેજ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે. જેને ફાર્ચ્યુન જાયન્ટ્‌સે ટુર્નામેન્ટને સ્પોન્સર કરી હતી. જેની આજે એપી પટેલ કોલેજ અને એચ કે બીબીએ કોલેજના સ્ટુડન્ટ વચ્ચે સેમીફાઈનલ રમી રહી હતી. મેચ દરમ્યાન જ અચાનક બંને ટીમ વચ્ચે મારામારી અને ખુરશીઓ ઉછળતાં મેચને સ્થગિત કરી દેવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here