ઈન્દોરઃ સૈફી મસ્જિદમાં મોદીએ કહ્યું- વોહરા સમાજની રાષ્ટ્રભક્તિ ઉદાહરણરૂપ

0
46
s/NAT-HDLN-pm-modi-in-indore-to-attend-dawoodi-bohara-community-events-gujarati-new
s/NAT-HDLN-pm-modi-in-indore-to-attend-dawoodi-bohara-community-events-gujarati-new

વડાપ્રધાન મોદી શુક્રવારે ઈન્દોરમાં હઝરત ઈમામ હુસૈનની શહાદતના સ્મરણોત્સવ ‘અશરા મુબારકા’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. આ કાર્યક્રમ દાઉદી વોહરા મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત કરાયો હતો. વડાપ્રધાનની સાથે વોહરા સમાજના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન પણ હાજર રહ્યાં. વોહરા સમાજના ઈતિહાસમાં એવું પહેલી વખત થયું છે કે જ્યારે કોઈ પીએમ તેમના ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયાં હોય. આ પહેલાં શુક્રવારે સવારે ઈન્દોર પહોંચેલા વડાપ્રધાનનું મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણે સ્વાગત કર્યું હતું.આ કાર્યક્રમમાં હઝરત ઈમામ હુસૈનની શહાદતના સ્મરણોત્સવ અશરા મુબારકમાં કરવામાં આવ્યાં. શિવરાજ સરકારે સૈફુદ્દીનને રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો છે. વોહરા સમાજ અને નરેન્દ્ર મોદી વચ્ચેના સંબંધોની સાથે રાજકીય દ્રષ્ટીએ કેટલું મહત્વનું છે તેના પર પણ રાજકીય પંડિતો નજર રાખી બેઠાં હતા. આ વર્ષના અંત સુધીમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજર ઘણી જ મહત્વની છે.

દાઉદી વોહરા સમાજના કાર્યક્રમમાં હાજર PM

– વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “તમારા બધાં વચ્ચે આવવું મને હંમેશાથી પ્રેરણા આપે છે, એક નવો જ અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો તે માટે તમારો આભારી છું.”
– મોદીએ કહ્યું કે, વોહરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશ આપ્યો છે. ઈમામ હુસૈન અમન અને ઈન્સાફ માટે શહીદ થઈ ગયા હતા.

– વડાપ્રધાને કહ્યું કે, “શાંતિનો સંદેશ આપવાની આ શક્તિ આપણને દુનિયાથી અલગ બનાવે છે. વોહરા સમાજ દુનિયાને આપણાં દેશની તાકાત બતાવે છે. અમને આપણાં ભૂતકાળ પર ગર્વ છે, વર્તમાન પર વિશ્વાસ છે. વોહરા સમાજના શાંતિ માટે જે યોગદાન આપ્યું, તેની વાત હંમેશાથી વિશ્વ સમક્ષ કરું છું.”
– મોદી કહ્યું કે, “વોહરા સમાજની ભૂમિકા રાષ્ટ્રભક્તિ પ્રત્યે સૌથી મહત્વની રહી છે. ધર્મગુરૂ પોતાના પ્રવચનના માધ્યમથી પોતાની માટી સાથેના પ્રેમની વાત કરે છે. વોહરા સમાજની સાથે મારો સંબંધ ઘણો જ જૂનો છે, હું આ પરિવારનો સભ્ય છું, મારા દરવાજા તમારા માટે હંમેશાથી ખુલ્લા છે.”
– પીએમએ કહ્યું કે જન્મદિવસ પહેલાં જ મને આ પવિત્ર મંચ પરથી આશીર્વાદ મળ્યાં છે.

ગુજરાતમાં વોહરા સમાજનાં લોકો મારી સાથે હંમેશા હતા- મોદી

– વડાપ્રધાને કહ્યું કે, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે વોહરા સમાજ હંમેશા મારી સાથે હતો. એક વખત હું ધર્મગુરૂને મળવા સુરત એરપોર્ટ પર ગયો. ત્યારે મે તેમની સમક્ષ ગુજરાતમાં પાણીની ચિંતા વ્યક્ત કરી ત્યારથી જ તેઓએ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
– PM વધુમાં બોલ્યાં કે આજે વોહરા સમાજ અનેક રીતે સ્વાસ્થ્ય માટે મદદ કરે છે. સરકાર પણ લોકોના સ્વાસ્થ્યની માટે ચિંતા કરી રહી છે અને અમે સતત કામ કરી રહ્યાં છીએ. અમે દવાઓના ભાવ ઘટાડી દીધાં. આયુષ્યમાન ભારત માટે 50 કરોડ લોકોને મેડિકલની સુવિધા નિશુલ્કમાં આપવાની વ્યવસ્થા પણ કરી.

વોહરા સમાજના લોકોએ 11000 લોકોને ઘર આપ્યાં

– વડાપ્રધાન બોલ્યાં કે, અત્યારસુધી વોહરા સમાજના લોકોએ લગભગ 11000 લોકોને પોતાના ઘર આપ્યાં છે. અમારી સરકાર પણ 2022 સુધીમાં તમામને ઘર આપવા ઈચ્છે છે. અને અમે 1 કરોડ લોકોને ઘરની ચાવી સોંપી દીધી છે.
– મોદીએ કહ્યું કે થોડા સમયમાં જ આપણો દેશ ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઈ જશે.
– મોદીએ કહ્યું સમાજની વચ્ચેથી જ એવાં લોકો નીકળે છે જેઓ ગોટાળાને જ વેપાર માને છે, તમે વોહરા સમાજના લોકો ઈમાનદારીથી વેપારી કરી દેશને સંદેશ આપી રહ્યાં છો.
– અમારી સરકારની નીતિઓના કારણે આજે દેશના વિકાસની સ્પીડ તેજીથી વધી રહી છે, અમારી નજર હવે જીડીપીના આંકડાને દશક સુધી પહોંચાડવાનો છે.

વોહરા ધર્મગુરૂએ મોદીની પ્રશંસા કરી

– વોહરા સમાજના 53માં ધર્મગુરૂ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને આ દરમિયાન વડાપ્રધાન મોદીની જોરદાર પ્રશંસા કરી. તેઓએ કહ્યું કે આજે ઈમામ હુસૈનની શહાદતની યાદમાં વડાપ્રધાન આપણાં ગમમાં સામેલ થયાં તે મોટી વાત છે. તેઓએ કહ્યું કે અલ્લાહ વડાપ્રધાન મોદીને આપણાં વતનને આગળ લાવવાની શક્તિ આપે.
– ધર્મગુરૂએ વધુમાં કહ્યું કે, વતન સાથે વફાદારી, કાયદામાં ભાગીદારી જ ભારતના મુસલમાનોનો ઈમાન છે. વોહરા ધર્મગુરૂએ કહ્યું કે મુસલમાનોને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના દરેક વિસ્તારમાં પ્રેમ મળે છે.

શિવરાજસિંહે શું કહ્યું?

– આ પ્રસંગે મધ્યપ્રદેશના CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, આજનો દિવસ ભારતના ઈતિહાસમાં ઐતિહાસિક છે. વડાપ્રધાનનું સપનું છે કે 2022 સુધી દરેકને છત મળે, વોહરા સમાજ અને આપણાં વડાપ્રધાન બંને જ ગરીબોના દુઃખ દુર કરવાના કામો કરી રહ્યાં છે.
– શિવરાજે વધુમાં કહ્યું કે પોતાના દેશને પ્રેમ કરનારાંઓ, બીજાની મદદ કરનારાઓ અને અનુશાસિત જો કોઈ સમાજ છે તો તે વોહરા સમાજ છે.

સુરક્ષા સઘન

– આ દરમિયાન લોકસભા અધ્યક્ષ અને સ્થાનિક સાંસદ સુમિત્રા મહાજન, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે.
– વડાપ્રધાનની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવવામાં આવી છે. અને અલગ અલગ જગ્યાએ પોલીસના 4000 કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે. તો કેટલાંક વિસ્તારમાં કેમેરા ગોઠવી દરેક ક્ષણની પ્રવૃતિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

મુલાકાતને લઈને રાજકીય નિષ્ણાંતોની નજર

– દાઉદી વોહરા સમાજના ધાર્મિક કાર્યક્રમમાં વડાપ્રધાનની હાજરીને લઈને રાજકીય વિશ્વલેષકોની નજર રાખી હતી.
– આ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે તે પહેલાં મોદીની મુલાકાતને રાજકીય દ્રષ્ટીએ ઘણી જ મહત્વની માનવામાં આવે છે.
– મધ્યપ્રદેશ ભાજપ સતત ચોથી વખત સરકાર બનાવવાના પડકારનો સામનો કરી રહ્યાં છે, જ્યારે કે કોંગ્રેસ રાજ્યની સત્તામાં છેલ્લાં 15 વર્ષનો વનવાસ ખતમ કરવાના પ્રયાસમાં છે.
– મધ્યપ્રદેશમાં દાઉદી વોહરા સમાજની વસ્તી 2.5 લાખની આસપાસ છે.
– દાઉદી વોહરા સમાજના મોટા ભાગનાં લોકો વેપાર વ્યવસાય સાથે જોડાયેલાં છે.
– ઈન્દોર ઉપરાંત ઉજજૈન અને બુરહાનપુરમાં દાઉદી વોહરા સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે

s/NAT-HDLN-pm-modi-in-indore-to-attend-dawoodi-bohara-community-events-gujarati-new
s/NAT-HDLN-pm-modi-in-indore-to-attend-dawoodi-bohara-community-events-gujarati-new