ઈશાન ખટ્ટર સાથે ખાલી પીલીમાં કામ કરવા માટે ઉત્સાહી છે અનન્યા પાન્ડે

0
24

અનન્યા પાન્ડેનું કહેવું છે કે તે ‘ખાલી પીલી’માં ઈશાન ખટ્ટર સાથે કામ કરવા માટે ખૂબ આતૂર છે. અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મમાં બન્નેની જોડી પહેલી વાર જોવા મળવાની છે. ઈશાન વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં મારુ જે કૅરૅક્ટર છે એ મારા કમ્ફર્ટ ઝોન કરતા એકદમ અલગ છે.

હું રિયલ લાઇફમાં જે રીતે વાત કરું છું એના કરતા એ અલગ બોલે છે. આ મારા માટે ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે એના માટે મારે અલગ ભાષા અને ટોન શીખવાનો હતો.

અમે મારા લુક સાથે પણ એક્સપેરિમેન્ટ કર્યો હતો. હું ‘પતિ, પત્ની ઔર વો’નાં શૂટિંગ અને ‘ખાલી પીલી’ના વર્કશોપની વચ્ચે બીઝી હતી. ઈશાન અને મારા અનેક રિડીંગ સેશન થયા હતાં એના કારણે હું કમ્ફર્ટેબલ થઈ હતી.

 હું જ્યારે ‘પતિ, પત્ની ઔર વો’નાં શૂટિંગ વખતે લખનઉ ગઈ હતી ત્યારે એની સ્ક્રિપ્ટ પણ સાથે લઈને ગઈ હતી. એ વખતે ખૂબ જોર જોરથી મારી લાઇન્સની રિહર્સલ કરતી હતી.

‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં ઈશાનને જોયા બાદ હું તેની સાથે કામ કરવા માટે ખૂબ આતૂર હતી. આશા રાખુ છું કે તેની એનર્જી મારા પર્ફોર્મન્સમાં છલકાશે. તે ખૂબ જ ટૅલન્ટેડ ઍક્ટર છે. અમે બન્ને યંગ છીએ. એથી જ સેટ પર યંગ લોકો સાથે અમે ખૂબ ફન કરવાનાં છીએ.’