ઉના પોલીસ સ્ટેશનના PIએ આરોપી પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ, આરોપીનો વીડિયો Viral

0
13
-OMC-NL-acussed-blammed-again-una-pi-and-video-viral-on-social-media-gujarati-news-5975268-NOR.html?ref=
-OMC-NL-acussed-blammed-again-una-pi-and-video-viral-on-social-media-gujarati-news-5975268-NOR.html?ref=

ઉના પોલીસ સ્ટેશનના પીઆઇ ખાંભલા સામે એક આરોપીએ પોતાની પાસે ઓરલ સેક્સ કરાવ્યાનો આરોપ મુક્યો છે. આરોપીએ પોતાની આપવીતી જણાવતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ અંગે પીઆઇ જણાવ્યું હતું કે, આરોપી જે આરોપ મુકી રહ્યો છે તદ્દન ખોટો છે અને 20 દિવસ પહેલા આરોપીની 151 કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આરોપી વીડિયોમાં શુ જણાવે છે

આરોપી વીડિયોમાં કહે છે કે, મારૂ નામ પ્રકાશગીરી ગોસ્વામી છે, જે તે સમયે ભાચાના મણીલાલ અને તેની પિતાએ મારા વિરૂદ્ધ પોલીસમાં અરજી કરી હતી જેની મને ખબર પણ નહોતી. અચાનક પોલીસ મને ઉઠાવી ગઇ હતી. આખી રાક લોકઅપમાં રાખી બીજા દિવસે સવારે પીઆઇ ખાંભલાની ચેમ્બરમાં લઇ ગયા હતા. જ્યાં ખાંભલાએ જ્ઞાતિ પ્રત્યે એલફેલ બોલી બે કોન્સ્ટેબલે પકડી ખાંભલાએ ઓરલ સેક્સ કરાવ્યું હતું. બાદમાં બન્ને કોન્સ્ટેબલે મને ઢીકાપાટુનો માર માર લોકઅપમાં પૂરી દીધો હતો. વીડિયોમાં પ્રકાશ રડી રહ્યો છે. પોલીસ પોતાને મારી નાખશે તેવી આપવીતી વ્યક્ત કરતા કલેક્ટર અને મામલતદારને મદદ કરવા વિનંતી કરે છે.