ઉન્નાવ કાંડ : સેંગરના સ્થળ સહિત ૧૫ સ્થળ પર દરોડા

0
1

ઉન્નાવ, તા. ૪
ઉન્નાવ રેપપીડિતાના એક્સડેન્ટના મામલામાં તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે આજે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરના આવાસ ઉપર પહોંચી હતી અને ૧૫ સ્થળો ઉપર એક સાથે તપાસ કરવામાં આવી હતી. દરેક વ્યક્તની જુદી જુદી રીતે પુછપરછનો દોર ચાલ્યો હતો. ઉત્તરપ્રદેશના ચાર જિલ્લા લખનૌ, ઉન્નાવ, બાંદા, ફતેપુરામાં સેંગરના સ્થળો ઉપર સીબીઆઈની ટુકડી પહોંચી હતી. અને સંબંધિત લોકોની પુછપરછ કરવામાં આવી હતી. દરોડાની આ કાર્યવાહી એક સાથે ૧૫ સ્થળો ઉપર હાથ ધરવામાં આવી હતી. કુલદીપ સાથે જાડાયેલી દરેક વ્યક્તની જુદી જુદી રીતે પુછપરછ થઇ હતી. ઉન્નાવ સ્થત ધારાસભ્યના આવાસ ઉપર પણ સીબીઆઈની ટુકડીએ તપાસ કરી હતી અને ત્યાં રહેલા દરેક શખ્સની પુછપરછ કરી હતી. સીબીઆઈને તપાસ માટે સુપ્રીમ કોર્ટે સાત દિવસનો સમય આપ્યો છે જેથી એક પછી એક ટીમો તપાસમાં લાગેલી છે. રવિવારના દિવસે પણ કુલદીપના સ્થળો ઉપર ઉંડી તપાસનો દોર જારી રહ્યો હતો. સીબીઆઈની એક ટુકડી પીડિતાના ગામમાં પણ પહોંચી છે. સીબીઆઈની એક ટીમ શનિવારના દિવસે સીતાપુર જેલમાં પણ પહોંચી હતી. આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગર આજ જેલમાં છે. સીબીઆઈની ટુકડીએ અહીં કુલદીપસિંહ સેંગરની બંધ રુમમાં આશરે છ કલાક સુધી પુછપરછ કરી હતી. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને આ સમગ્ર મામલાની તપાસ સાત દિવસમાં પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. સાત દિવસની અંદર સીબીઆઈને પોતાના રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાની જરૂર છે. આજ કારણસર ઉંડી તપાસ ચાલી રહી છે. સીબીઆઈને નક્કી કરવામાં આવેલી સમય મર્યાદાની અંદર તપાસ પૂર્ણ કરવા ૨૦ અધિકારીઓની એક ટીમ બનાવવા કહેવામાં આવ્યું છે. ઉન્નાવ રેપ પીડિતાના અકસ્માતના મામલામાં તપાસ માટે સીબીઆઈની ટીમ ફોરેÂન્સક નિષ્ણાતોની સાથે ત્રણ દિવસની અંદર બે વખત ઘટનાસ્થળની મુલાકાત લઇ ચુકી છે. બીજી બાજુ માર્ગ અકસ્માતમાં ગંભીરરીતે ઘાયલ થયેલી ઉન્નાવ બળાત્કાર કેસની પીડિતા અને તેમના વકીલની હાલત હજુ પણ ગંભીર છે. પીડિતાને ન્યુમોનિયાની અસર થયેલી છે અને વેન્ટીલેટર પર છે. વકીલ વેન્ટીલેટર પર નથી પરંતુ તેમની હાલત પણ ખરાબ છે. કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટરના પ્રભારી સંદીપ તિવારીએ કહ્યું છે કે, પીડિતા હજુ પણ વેન્ટીલેટર પર છે. તેને તાવની અસર પણ છે.
બ્લેડજપ્રેશર નિયમિત કરવાની દવા આપવામાં આવી રહી છે. ટ્યુબ દ્વારા ઓક્સજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તબીબોની ટુકડી ૨૪ કલાક સારવાર કરી રહી.