ઉમીયા માતાજીના મંદિરે 35 હજાર દીવડાઓની આરતી

0
12

જગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીની આઠમના દિવસે સુરતના વરાછા વિસ્તારમાં આવેલાં ઉમીયા માતાજીના મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરાયું હતું. 35 હજારથી વધારે દીવડાઓથી કરવામાં આવેલી મહા આરતીમાં હજારો લોકો જોડાયા ત્યારે મંદિર પરિસર રોશનીથી ઝગમગી ઉઠયું હતું.

શકિત સ્વરૂપા મા જગદંબાની આરતીમાં સૌ કોઇ લીન બની ગયાં છે. નવરાત્રિના આઠમાં દિવસે વરાછા ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરમાં એક સાથે ભક્તોએ 35000 દીવડા લઈને માતાજીની મહા આરતી કરી વાતાવરણને ભકિતસભર બનાવી દીધું હતું. ઉમિયા મંદિરમાં છેલ્લા 27 વર્ષથી કડવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે.રવિવારના રોજ આઠમના પાવન અવસરે મંદિર પરિસર 35 હજાર કરતાં વધારે દીવડાઓથી ઝગમગી ઉઠયું હતું. મંદિરની રોનક ઉડીને આંખે વળગતી હતી. આપ પણ જોઇ શકો છો મહા આરતીનું આહલાદક દ્રશ્ય.