ઉર્દુ શીખવવાને બહાને બાળકીનું યૌન શોષણ કરતો હતો મૌલવી, ધરપકડ

0
8

યુપીના ગોરખપુરમાં ઉર્દૂ ભણાવવાને બહાને મૌલવીની કાળી કરતૂતનો ખુલાસો થયો છે. મૌલવી 12 વર્ષીય છાત્રા પર ઘણા દિવસોથી બળાત્કાર ગુજારતો હતો. બાળકી જ્યારે રહસ્યમય રીતે ઘરમાંથી ગાયબ થઈ ગઈ ત્યારે આ મામલો બહાર આવ્યો હતો. પરિવાર તેની શોધમાં મૌલવીના ઘરે પહોંચ્યો હતો, જ્યાં બાળકીને બંધક બનાવી હતી.

લોકોએ મૌલવીને પકડી પોલીસના હવાલે કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી આપ્યો હતો યૌન શોષણમસ્જિદમાં બનેલા રૂમમાં બાળકીને ઉર્દુ શીખવાડતો હતો મૌલવીયૌન શોષણમૌલવીમાં બંધક મળી આવી બાળકીએક દિવસ પછી, લોકોએ મૌલવીના ઓરડામાંથી બાળકીની ચીસ સાંભળી. જ્યારે રૂમ ખોલ્યો ત્યારે તે બાળકી અંદરથી બંધક મળી આવી હતી. લોકોએ તાત્કાલિક મૌલવીને પકડ્યો અને પોલીસને હવાલે કર્યો. પૂછપરછ દરમિયાન બાળકીએ પરિવારને મૌલવીની કામગીરી અંગે માહિતી આપી હતી. બાળકીએ જણાવ્યું કે મૌલવીએ તેને ધમકી આપી રૂમમાં બોલાવી હતી.

યૌન શોષણમૌલવીને જેલમાં મોકલવામાં આવ્યોપીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી મૌલવી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. રવિવારે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે.