ઊંઝા ખાતે નાયબ મુખ્યમંત્રીએ રૂપિયા 10.68 કરોડના કામોનું ખાત મુહુર્ત કર્યું

0
4
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઊંઝા ઉમિયા ધામને કારણે વિશ્વ વિખ્યાત બન્યું છે
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઊંઝા ઉમિયા ધામને કારણે વિશ્વ વિખ્યાત બન્યું છે

ઊંઝા: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઊંઝા ખાતે રૂપિયા 10.68 કરોડના કામોનું ખાત મુહુર્ત કર્યું હતું. જે અંતર્ગત નગરપાલિકા દ્વારા રૃપિયા 7 કરોડ 90 લાખના ખર્ચે અદ્યતન ટાઉનહોલ બનાવાશે. તેમજ તથા પ્રાથમિક શાળા નં.1 અને પ્રાથમિક શાળા નં 8નું નિર્માણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, સાસંદ શારદાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ, સહિત અધિકારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઊંઝા ઉમિયા ધામને કારણે વિશ્વ વિખ્યાત બન્યું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઊંઝાના લોકોને ટાઉનહોલની વધુ એક ભેંટ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ ઊંઝામાં યાત્રિકોની સવલતોને વધારવા રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણલક્ષી કામો હાથ ધરાયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.