એક બાર ફીર “મોદી સરકાર” : ચોકીદારની ધડાકા સાથે જારદાર વાપસી : ભાજપનો રેકોર્ડ વિજય

0
53
Narendra Modi and Amit Shah at BJP office in New Delhi on Thursday.
Narendra Modi and Amit Shah at BJP office in New Delhi on Thursday.

મોદીની સુનામી વચ્ચે ભાજપે એકલા ૩૦૦ સીટ મેળવીને ઇતિહાસ રચ્યો । દેશભરના તેના મજબૂત ગઢ ગણાતા રાજ્યોમાં ભાજપનું પ્રભુત્વ અકબંધ । બંગાળ, ઓરિસ્સામાં પણ શાનદાર દેખાવ સાથે સીટોની સંખ્યા વધારવામાં સફળતા મળી : રાહુલ, માયા, એખિલેશ, મમતાના સપના ચકનાચૂર થયા

VICTORIOUS MODI: VICTORY OF INDIA, VICTORY OF DEMOCRACY

નવી દિલ્હી, તા.૨૩
લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઈને વિરોધીઓના સપનાને ચકનાચૂર કરી દીધા છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તાકાત ઉપર ૩૦૦થી વધુ સીટો જીતી લીધી છે જ્યારે એનડીએની બેઠકોની સંખ્યા ૩૫૦ સુધી પહોંચી છે. એÂક્ઝટ પોલના તારણ કરતા પણ વધુ શાનદાર ભારતીય જનતા પાર્ટી કરી શકી છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનની યોજના પણ ફ્લોપ સાબિત થઇ છે. બીજી બીજુ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પણ કોઇ સફળતા હાથ લાગી નથી. લાલૂની ગેરહાજરીમાં આરજેડીનો સંપૂર્ણ સફાયો થયો છે. લોકસભાની કુલ ૫૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા સમાચાર મુજબ ૩૫૦ સીટ જીતવા તરફ કૂચ કરી લીધી હતી જ્યારે યુપીએ ગઠબંધનને ૧૦૦ સીટ પણ મળી રહી નથી. મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ યુગ લાવવામાં સફળ સાબિત થયા છે. સમાજવાદી પાર્ટી અને બસપાના વોટના ટ્રાન્સફર નહીં થવાના કારણે પણ મહાગઠબંધનને જીત મળી નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણપણે સાફ થઇ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી શકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે. અમેઠી બેઠક ઉપર તેમની સ્મૃતિ ઇરાની સામે હાર થઇ છે. અગાઉ આજે સવારે ઉત્તેજના અને ઉત્સુકતાના માહોલમાં લોકસભાની ચૂંટણી માટે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતગણતરી શરૂ થયા બાદ તરત જ પ્રવાહ મળવાની શરૂઆત થઇ ગઇ હતી. મતગણતરી શરૂ થયા બાદ કલાકોના ગાળામાં જ એનડીએ દ્વારા જારદાર લીડ મેળવી લીધી હતી. મોદી મેજિકની Âસ્થતી ફરી એકવાર જાવા મળી હતી. એÂક્ઝટ પોલના તારણ આવ્યા બાદથી જ હિન્દી પટ્ટાના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જારદાર Âસ્થતીમાં દેખાઇ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૨ સીટો ઉપર સાત તબક્કામાં મતદાનની જાહેરાત કરી હતી જે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન થયુ હતુ.છટ્ઠી મેના દિવસે પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. જ્યારે છઠ્ઠા તબક્કામાં ૧૨મીના દિવસે મતદાન થયુ હતુ. સાતમા તબક્કામાં ૧૯મીમેના દિવસે મતદાન થયુ હતુ. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ . છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન પૂર્ણ થયું હતુ. સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા હતા. આ પ્રથમ એવી ચૂંટણી છે જેમાં ૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી.
લોકસભા ચૂંટણી…..
લોકસભાની ચૂંટણી માટે આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોદીની સુનામી વચ્ચે રાજકીય પક્ષોનો સંપૂર્ણ સફાયો થયો હતો. હિન્દી પટ્ટાના રાજ્યો ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પણ શાનદાર દેખાવ સાથે ભારતીય જનતા પાર્ટીએ સત્તામાં રેકોર્ડ જીત સાથે ફરીવાર વાપસી કરી છે. મોદી લહેર આ વખતે સુનામીમાં ફેરવાઈને વિરોધીઓના સપનાને ચકનાચૂર કરી દીધા છે.
કુલ સીટ : ૫૪૨
પ્રવાહ ઉપલબ્ધ :  ૫૪૨
એનડીએને લીડ :    ૩૫૦
યુપીએ ૮૫
અન્ય ૧૦૨
નોંધ : ઉપરોક્ત આંકડામાં નજીવા ફેરફાર થઇ શકે છે. લીડના આંકડા મોટાભાગે સીટમાં જ ફેરવાશે

After the victory, PM Modi and party chief Amit Shah reached party headquarters in New Delhi to rapturous welcome. In his speech, Modi promised that he will devote “every moment of my life and every fibre of my body” to the welfare of the nation. He asked to be judged on the parameters that he would never do anything with ill-intention, nor will he do anything to enrich himself. Modi added, “If I fall short on these, curse me. But I assure my countrymen that what I have said in public I will do my best to fulfil.”

# મોદીએ સંઘમાં જાડાયા બાદ એક પછી એક સિદ્ધિ મેળવી:
લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીને જારદાર જીત અપાવવામાં સફળ રહ્યા છે. સતત બીજી વખત બહુમતિ સાથે સરકાર બનાવનાર મોદી એક નવી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. ૨૦૧૪માં પ્રથમ વખત મોદીએ દેશના વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. પાંચ વર્ષ સુધી સફળરીતે કામગીરી અદા કર્યા બાદ તેમના નામ અને કામ ઉપર ફરી એકવાર દેશના લોકોએ તેમને દેશની સત્તા સોંપી છે. આજે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ૧૭મી લોકસભામાં પણ મોદી વડાપ્રધાન તરીકે સત્તારુઢ થવા જઇ રહ્યા છે. મોદીને આ વખતે પણ જારદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. મોદીએ દિન રાત એક કરીને ભાજપની લોકપ્રિયતાને ચરમસીમા ઉપર લઇ જવામાં સફળતા મેળવી છે. આજ કારણસર આજે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સતત બીજી વખત સ્પષ્ટ બહુમતિ મળી ગઈ છે. મોદીએ ભાજપને દેશમાં ફરી સત્તામાં લાવતા પહેલા ગુજરાતમાં ત્રણ વખત સતત જીત અપાવવામાભૂમિકા ભજવી હતી. મોદી ભાજપ માટે મૂખ્ય વ્યૂહરચનાકાર તરીકે રહ્યા છે. જુદી જુદી જવાબદારી તેઓ ભાજપમાં સંભાળી ચુક્યા છે. ૧૯૯૫, ૧૯૯૮માં ચૂંટણીમાં પક્ષને જીત અપાવવામાં તેમની ભૂમિકા રહી હતી. મુખ્યમંત્રી તરીકે પણ મોદી ગુજરાતમાં હેટ્રિક નોંધાવી ચુક્યા છે. જુલાઈ ૨૦૦૭માં ગુજરાતના ઇતિહાસમાં તેઓ સૌથી વધારે સમય સુધી સેવા કરનાર મુખ્યમંત્રી બની ગયા હતા. વડાપ્રધાન અને મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા પહેલા મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સભ્ય તરીકે રહ્યા હતા. મિડિયા, સ્કોલર્સ અને અન્યો મોદીને એક હિન્દુ નેતા તરીકે ગણે છે. મોદીએ પોતાની શÂક્તશાળી છાપ ઉભી કરી છે જેના પરિણામ સ્વરુપે યુવા પેઢી પણ તેમની તરફ આકર્ષિત થઇ છે. તેમના વહીવટીતંત્રની ૨૦૦૨ની ગુજરાત હિંસા દરમિયાન ટિકા પણ થઇ હતી. આર્થિક નીતિઓના મામલે તેમની હંમેશા પ્રશંસા રહી છે. નરેન્દ્ર મોદીનો જન્મ ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦ના દિવસે ગુજરાતના મહેસાણા જિલ્લામાં વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં થયો હતો. દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પÂત્ન હિરાબેનના તેઓ છ બાળકો પૈકીના ત્રીજા બાળક છે. તેઓએ વડનગર રેલવે સ્ટેશન ખાતે તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. તે વખતે તેઓ બાળક હતા. નાનપણમાં જ તેઓ બસ સ્ટેન્ડ નજીક તેમના ભાઈની સાથે ચાના સ્ટોલ પણ ચલાવી ચુક્યા છે. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા. તેમને ફિલ્મોમાં ખુબ રસ હતો. મોદીના માતાપિતાએ તેમના બાળપણમાં લગ્ન નક્કી કરી દીધા હતા. ઘાંચી જાતિની પરંપરા મુજબ તેમના લગ્ન થયા હતા. તેમના જશોદાબહેન સાથે લગ્ન થયા હતા. મોદી ૧૮ વર્ષના થયા ત્યારે તેમના લગ્ન થઇ ગયા હતા. મોદી ૧૯૭૧માં ભારત પાક યુદ્ધ બાદ આરએસએસમાં જાડાઈ ગયા હતા.
ચા વાળાથી પીએમ સુધી યાત્રા:
નરેન્દ્ર મોદી ફરી એકવાર વડાપ્રધાન તરીકેનો તાજ સંભાળવા જઈ રહ્યા છે. નરેન્દ્રમોદીથી દરેક યુવા પેઢીને પણ બોધપાઠ લેવા જેવો છે. મોદીને પસંદ નહીં કરનાર લોકો પણ નરેન્દ્ર મોદીની મહેનતને સંપૂર્ણપણે Âસ્વકારે છે. એક નાના અને ગરીબ પરિવારમાંથી ચા વેચીને પહેલા મુખ્યમંત્રી અને ત્યારબાદ સતત બીજી વખત વડાપ્રધાન પદ સુધી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. આજે મોદી ભાજપને દેશમાં લોકપ્રિયતાની ચરમસીમા ઉપર લઇ જવામાં અને સત્તામાં ફરી લાવવામાં સફળ રહ્યા છે. મોદીની ચા વાળાથી લઇને પીએમ સુધીની સફર નીચે મુજબ છે.
­ નરેન્દ્ર મોદીનો ઘાંચી-તેલી સમુદાયમાં ૧૭મી સપ્ટેમ્બર ૧૯૫૦માં જન્મ થયો
­ મહેસાણાના વડનગરમાં મોદીનો જન્મ થયો હતો
­ દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પÂત્ન હિરાબેનના છ બાળકો પૈકીના મોદી ત્રીજા નંબરના પુત્ર હતા
­ વડનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ચા પણ વેચી ચુક્યા છે
­ વડનગર રેલવે સ્ટેશન પર મોદી બાળપણમાં તેમના પતિને ચા વેચવામાં મદદ કરતા હતા
­ મોદીના માતાપિતાએ બાળપણમાં તેમના લગ્ન ગોઠવી કાઢ્યા હતા
­ પરંપરાગત ઘાંચી જાતિ મુજબ લગ્ન ગોઠવી દેવાયા બાદ તેમના જશોદાબહેન સાથે લગ્ન કરાયા હતા
­ મોદી તેમના પÂત્ન સાથે ખુબ ઓછા સમય સુધી રહ્યા અને તેઓએ અલગ જીવન જીવવાનો નિર્ણય કર્યો હતો
­ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરતી વેળા મોદીએ પÂત્ન તરીકે જશોદાબહેનના નામનો ઉલ્લેખ કર્યો હતો
­ ૧૯૭૦માં સંઘના પ્રચારક બની ગયા હતા
­ આઠ વર્ષની વયથી આરએસએસ સાથે જાડાયેલા રહ્યા છે
­ ભાજપના ગુજરાત રાજ્ય એકમની સ્થાપના કરનાર જનસંઘના નેતાઓના તેઓ સંપર્કમાં આવ્યા હતા
­ મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી
­ ૧૯૭૧ના ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ વિધિવતરીતે આરએસએસમાં જાડાયા હતા.
­ જયપ્રકાશ નારાયણ હેઠળ ઇમરજન્સી સામે ઝુંબેશમાં જાડાયા હતા
­ ૧૯૮૫માં મોદીને સંઘે ભાજપમાં જવાબદારી સોંપી હતી
­ મુરલી મનોહર જાશીની કન્યાકુમારી-શ્રીનગર એકતા યાત્રાના આયોજન બાદ મોદી લોકપ્રિય થયા
­ ૧૯૮૮માં મોદી ભાજપના ગુજરાત એકમના ઓર્ગેનાઇઝ્ડ સેક્રેટરી ચુંટાયા અને આની સાથે જ મુખ્ય પ્રવાહની રાજનીતિમાં એન્ટ્રી થઇ હતી
­ ૧૯૯૫ની ચૂંટણી જીતમાં તેમની ગુજરાતમાં ભૂમિકા હતી
­ મે ૧૯૯૮માં ભાજપના જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપાઈ હતી
­ ગુજરાતમાં ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણી માટે પસંદગી સમિતિમાં તેમની ભૂમિકા રહી હતી
­ ૨૦૦૧માં કેશુભાઈ પટેલની તબિયત ખરાબ થયા બાદ ભાજપે પેટાચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો હતો
­ ૨૦૦૧માં ભૂકંપના કારણે ગુજરાતને નુકસાન થયું હતું જેથી ભાજપ માટે મોટી સમસ્યા ઉભી થઇ હતી
­ આવી Âસ્થતિમાં મોદીની કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરાઈ હતી
­ ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા
­ ૨૭મી ફેબ્રુઆરી ૨૦૦૨માં ગોધરામાં અÂગ્નકાંડના બનાવ બાદ મોદીની પ્રતિષ્ઠાને કોમી રમખાણના કારણે અસર થઇ હતી
­ કોમી રમખાણમાં મોદીના શાસનમાં હજારો લોકોના મોત થયા હતા
­ મોદી સામે માનવ અધિકાર સંગઠનો, વિરોધ પક્ષો દ્વારા હજુ પણ રમખાણ અંગે પ્રશ્નો ઉભા થાય છે
­ કોમી રમખાણના કારણે ઘણા કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવ્યા હતા
­ મોદી સામે ઘણા કેસો પણ કરાયા હતા
­ ૨૦૧૨માં મોદીના કેટલાક પ્રધાનોને નરોડા પાટિયા હત્યાકાંડમાં અપરાધી ઠેરવવામાં આવ્યા હતા
­ જુલાઈ ૨૦૦૭માં મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સૌથી વધુ સેવા કરવાનો રેકોર્ડ સર્જી કાઢ્યો હતો
­ ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ પૈકી ૧૨૨ બેઠક જીતી હતી
­ ૨૦૧૨માં ભાજપે મોદીના નેતૃત્વમાં ફરી જીત મેળવી હતી
­ મોદીએ મુખ્યમંત્રી તરીકે હેટ્રિક નોંધાવી હતી
­ નિમણૂંકોના મામલે રાજ્યપાલ સાથે તેમના સંબંધોને લઇને ચર્ચા થઇ હતી
­ ૨૦૧૨ની ચૂંટણીમાં મોદીએ મણિનગરમાંથી ૮૬૭૭૩ મતે જીત મેળવી હતી. ભાજપે આ ચૂંટણીમાં ૧૮૨ પૈકી ૧૧૫ બેઠકો જીતી હતી
­ માર્ચ ૨૦૧૩માં મોદીની ભાજપ સંસદીય બોર્ડમાં નિમણૂંક કરવામાં આવી હતી
­ ૧૦મી જૂન ૨૦૧૨ના દિવસે મોદી ભાજપને રાષ્ટ્રીય સ્તરની કારોબારી બેઠકમાં ૨૦૧૪ની ચૂંટણી માટે નેતૃત્વ કરવા તૈયાર થયા
­ સપ્ટેમ્બર ૨૦૧૩માં મોદીને લોકસભાની ચૂંટણી માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતા
­ મોદી વારાણસી અને વડોદરા બેઠક પરથી ૨૦૧૪ની ચૂંટણીમાં જીતી ગયા હતા
­ મે ૨૦૧૪માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષ સુધીની અવધિ પૂર્ણ કરી હતી
­ મે ૨૦૧૯માં મોદી ફરીવાર વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ સ્પષ્ટ બહુમતિ સાથે ફરી એકવાર સત્તામાં આવી છે