એક શબ્દમાં બરાબર છે પૂરા પેરેગ્રાફમાં ટાઇપિંગ ભૂલ ના થઇ શકે: ખડગે

0
20
mallikarjun kharge says entire paragraph can t be a typo in rafale report
mallikarjun kharge says entire paragraph can t be a typo in rafale report

રાફેલ મામલે ટાઇપિંગ ભૂલ સુધારવા માટે સુપ્રીમમાં અલગથી સોગંદનામું સોંપવા પર કોંગ્રેસના સિનિયર નેતા અને PACના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ બુધવારે સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું આ ભૂલ એક શબ્દમાં થઇ હોય તો વાત સમજાય પરંતુ અહીં તો પુરા પેરેગ્રાફમાં ગડબડ છે. પુરા પેરેગ્રાફમાં ટાઇપિંગ ભૂલ થઇ શકે નહી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં તે પેરેગ્રાફના સંશોધનની માગ કરી છે જેમાં CAG રિપોર્ટ અને સંસદની PAC વિશેનો સંદર્ભ છે.