એલડી કોલેજમાં પૂર્વ વિદ્યાર્થી દ્વારા મારામારી તેમજ તોડફોડ

0
6
અમદાવાદ, તા.૧૨ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એલ.ડી.આટ્‌ર્સ કોલેજમાં મોહન દેસાઈ નામના પૂર્વ વિદ્યાર્થીએ તોડફોડ અને મારામારી કરી જારદાર દંગલ મચાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. એક તબક્કે બહારથી પણ કેટલાક આસામાજિક તત્વો એલ.ડી આર્ટસ કોલેજમાં હથિયારોસાથે ઘૂસી આવી તોડફોડ મચાવતાં સમગ્ર કોલેજ કેમ્પસમાં ભય અને ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. ખાસ કરીને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. શિક્ષણજગતને લાંછન લગાડતાં આ બનાવને પગલે શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એલ.ડી.આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થી મોહન દેસાઈ આજે નશાની હાલતમાં એલ.ડી.આટ્‌ર્સ કોલેજમાં આવ્યો હતો અને તેણે પાંચ એડમિશન લખી આપવા માટે અધ્યાપક અને કોલેજ સત્તાધીશો પર દબાણ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, કોલેજની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણુંક કરી હતી. જાતજાતામાં બબાલ વધતાં એક તબક્કે પૂર્વ વિદ્યાર્થીએ મર્યાદા ઓળંગી કોલેજના અધ્યાપક સાથે મારા મારી કરી હતી અને તોડફોડ મચાવવાનું શરૂ કર્યું હતું, બાદમાં તેના સમર્થનમાં અન્ય કેટલાક બહારના શખ્સો પણ હથિયારો સાથે કોલેજ કેમ્પસમાં થોડીવારમાં ઘૂસી ગયા હતા અને જારદાર તોડફોડ અને ધમાલ મચાવતાં કોલેજ કેમ્પસનું વાતાવરણ ડહોળાઇ ગયુ હતું. મારામારી અને તોડફોડને પગલે કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ કર્મચારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવને લઇ બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

પૂર્વ વિદ્યાર્થી મોહન દેસાઇ દ્વારા અધ્યાપક સાથે મારામારી બહારથી પણ કેટલાક શખ્સોએ આવીને તોડફોડ મચાવી

અમદાવાદ, તા.૧૨
શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એલ.ડી.આટ્‌ર્સ કોલેજમાં મોહન દેસાઈ નામના પૂર્વ વિદ્યાર્થીએ તોડફોડ અને મારામારી કરી જારદાર દંગલ મચાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. એક તબક્કે બહારથી પણ કેટલાક આસામાજિક તત્વો એલ.ડી આર્ટસ કોલેજમાં હથિયારોસાથે ઘૂસી આવી તોડફોડ મચાવતાં સમગ્ર કોલેજ કેમ્પસમાં ભય અને ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. ખાસ કરીને કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. શિક્ષણજગતને લાંછન લગાડતાં આ બનાવને પગલે શિક્ષણજગતમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ હતી, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એલ.ડી.આર્ટસ કોલેજના પૂર્વ વિદ્યાર્થી મોહન દેસાઈ આજે નશાની હાલતમાં એલ.ડી.આટ્‌ર્સ કોલેજમાં આવ્યો હતો અને તેણે પાંચ એડમિશન લખી આપવા માટે અધ્યાપક અને કોલેજ સત્તાધીશો પર દબાણ કર્યું હતું. માત્ર એટલું જ નહીં, કોલેજની વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તૂણુંક કરી હતી. જાતજાતામાં બબાલ વધતાં એક તબક્કે પૂર્વ વિદ્યાર્થીએ મર્યાદા ઓળંગી કોલેજના અધ્યાપક સાથે મારા મારી કરી હતી અને તોડફોડ મચાવવાનું શરૂ કર્યું હતું, બાદમાં તેના સમર્થનમાં અન્ય કેટલાક બહારના શખ્સો પણ હથિયારો સાથે કોલેજ કેમ્પસમાં થોડીવારમાં ઘૂસી ગયા હતા અને જારદાર તોડફોડ અને ધમાલ મચાવતાં કોલેજ કેમ્પસનું વાતાવરણ ડહોળાઇ ગયુ હતું. મારામારી અને તોડફોડને પગલે કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ કર્મચારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ બનાવને લઇ બાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.