એશિયા કપઃ 100 રનમાં પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન પરત; સ્કોર 113/6

0
58
news/SPO-HDLN-asia-cup-india-pakistan-hi-profile-match-today-gujarati-news-5959344. -
news/SPO-HDLN-asia-cup-india-pakistan-hi-profile-match-today-gujarati-news-5959344. -

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત- પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો શરૂ થયો છે. પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 30 ઓવરમાં 113 રન થયા છે. પાકિસ્તાનને છઠ્ઠો ઝટકો લાગતાં આસિફ અલી માત્ર 9 રન બનાવી કેદાર જાધવની ઓવરમાં મહેન્દ્રસિંહ ધોનીના હાથે કેચ આઉટ થયો છે. હાલ ક્રિઝ પર શાહદાબ ખાન અને ફહિમ અશરફ રમી રહ્યાં છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહને સ્થાન મળ્યું છે. જ્યારે પાકિસ્તાનની ટીમ યથાવત છે.

પાકિસ્તાનની વિકેટ

– પાકિસ્તાનની ટોપ ઓર્ડર ભારતીય પેસ બોલર્સ સામે ટકી શક્યા ન હતા. અને ઓપનર ઈમામ ઉલ હક માત્ર 2 રન બનાવી જ્યારે ફખર જમાન 0 રને આઉટ થયો છે. બંને વિકેટ ભુવનેશ્વર કુમારે જ લીધી હતી.

– બાબર આઝમ કુલદીપ યાદવની બોલિંગમાં 47 રને બોલ્ડ થયો છે. બાબર અને શોહેબ મલીકે સારી ભાગીદારી બનાવી હતી.

– સરફરાઝ અહેમદ માત્ર 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો છે. હાર્દિક પંડયા ઈજાગ્રસ્ત થતાં તેના બદલામાં આવેલાં મનિષ પાંડેએ કેદાર જાધવની ઓવરમાં બાઉનડ્રી પર સરફરાઝનો શાનદાર કેચ કર્યો હતો.

– શોહેબ મલીક 43 રને રન આઉટ થયો હતો.

ભારત-પાકિસ્તાન જંગ

– ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઇપ્રોફાઈલ મેચને લઈને બંને દેશના ફેન્સમાં ઘણો ઉત્સાહ છે

ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વગર ઉતરી છે.
– વિરાટ ન માત્ર ટીમના કેપ્ટન પરંતુ તેને હાલ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પણ માનવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન માટે રાહતની વાત હોય શકે છે.
– પાકિસ્તાનના અનેક ખેલાડીઓએ માન્યું છે કે કોહલીની ગેરહાજરી તેમની ટીમ માટે ફાયદાકારક રહેશે.
– બોલરની જવાબદારી મુખ્યરૂપથી હસન અલી અને મોહમ્મદ આમિર પર હશે.
– આ મેચને એક રીતે ભારતીય બેટ્સમેન અને પાકિસ્તાની બોલર્સ વચ્ચેનો મુકાબલો માનવામાં આવે છે.

ભુવી અને કુલદીપ યાદવ પર રહેશે નજર

ભારતીય ટીમની ફાસ્ટ બોલિંગની જવાબદારી ભૂવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ પર હશે. ભુવીની સાથે ફિટનેસની સમસ્યા રહી છે પરંતુ જો તે પુરી રીતે ફિટ છે તો તે કોઇ પણ ટીમની બેટિંગને તોડી શકે છે. બીજી તરફ સ્પિનમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ મુખ્ય ભૂમિકામાં હશે. ચાઇનામેન કુલદીપ યાદવની ગુગલી પાકિસ્તાનના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી શકે છે.

બોલિંગ છે પાકિસ્તાનની તાકાત

પાકિસ્તાનનો ટોચનો ક્રમ મજબૂત છે જેમાં બાબર આઝમ અને ફખર જમાન સારા ફોર્મમાં છે. ફખર જમાને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત વિરૂદ્ધ સદી ફટકારી હતી, તેને તાજેતરમાં જ ઝિમ્બાબ્વે વિરૂદ્ધ પણ બેવડી સદી ફટકારી હતી. આ સિવાય ઇમામ-ઉલ હક પણ સારા ફોર્મમાં છે જેને હોંગકોંગ વિરૂદ્ધ અડધી સદી ફટકારી હતી.

પાકિસ્તાનની મુખ્ય તાકાત તેની બોલિંગ છે. પાકિસ્તાનની ટીમમાં ફાસ્ટ બોલર હસન અલી અને મોહમ્મદ આમિર સિવાય ઉસ્માન ખાન છે. સ્પિન બોલિંગની જવાબદારી શાદાબ ખાન અને શોએબ મલિકના રૂપમાં પણ વિકલ્પ છે.

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), અંબાતી રાયુડૂ, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ

પાકિસ્તાન

સરફરાઝ અહેમદ (કેપ્ટન), ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, શોએબ મલિક,

news/SPO-HDLN-asia-cup-india-pakistan-hi-profile-match-today-gujarati-news-5959344. -
news/SPO-HDLN-asia-cup-india-pakistan-hi-profile-match-today-gujarati-news-5959344.