ઓલા ડ્રાઇવરે અડધી રાતે સૂમસામ રસ્તે કેબ ઊભી રાખી, યુવતીનાં કપડાં ઉતરાવ્યાં, ફોટા પાડ્યા

0
393
-driver-arrested-for-molesting-a-26-year-old-woman-in-bengaluru
-driver-arrested-for-molesting-a-26-year-old-woman-in-bengaluru

બેંગલુરુ પોલીસે મંગળવારે એક ઓલા કેબના ડ્રાઇવરની ધરપકડ કરી છે. કેબ ડ્રાઇવર પર એક યુવતીની છેડતીનો આરોપ છે. આ ઘટના પહેલી જૂનની છે, જ્યાં યુવતીએ બેંગલુરુ એરપોર્ટ જવા માટે કેબ બુક કરાવી હતી. આરોપ છે કે, ડ્રાઇવરે રસ્તામાં જ તેની છેડતી શરૂ કરી દીધી હતી.ઘટના બાદ આરોપી ડ્રાઇવર ફરાર હતો. મંગળવારે પોલીસે આ 28 વર્ષના આરોપી વી. અરુણને તેની કેબ સાથે ઝડપી પાડ્યો હતો. પીડિત 26 વર્ષીય યુવતી વ્યવસાયે આર્કિટેક્ટ છે. પહેલી જૂનની રાતે તેણે બે વાગ્યે એક ઓલા કેબ બુક કરી હતી. તેણે મુંબઈ જવા માટે એરપોર્ટથી ફ્લાઇટ પકડવાની હતીયુવતીએ કમિશનરને ફરિયાદમાં જણાવ્યું છે કે, ડ્રાઇવરે ગાડી સૂમસામ રસ્તે લઈ જઈ ઊભી રાખી હતી અને ગેટ લૉક કરી દીધું હતું. ત્યાર બાદ તેણે છેડતી શરૂ કરી હતી. જ્યારે યુવતીએ વિરોધ કર્યો તો તેણે ધમકી આપી હતી કે, તે ચૂપ નહિ રહે તો તે તેના મિત્રોને બોલાવીને ગેંગરેપ કરશે.એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, ‘આરોપીએ યુવતીને નિર્વસ્ત્ર થવા પણ કહ્યું હતું, જેથી તે તસવીરો લઈ શકે. જ્યારે યુવતીએ ઇનકાર કર્યો તો તેણે તેનું ગળું દબાવવા પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવતીએ તેની વાત માની લીધી હતી અને ડ્રાઇવરે તસવીરો યુવતીના ફોનમાં લઈને પોતાના ફોનમાં વ્હોટ્સએપ કરી દીધી હતી.’ડ્રાઇવરે યુવતીને કહ્યું હતું કે, તે બીજા દિવસે દુબઈ જઈ રહ્યો છે, જે ખોટું હતું. યુવતી વારંવાર કરગર્યા બાદ તેને લગભગ 3 વાગ્યે એરપોર્ટ પાસે ઉતારી હતી અને ધમકી આપી હતી કે તે પોલીસ ફરિયાદ કરશે તો તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેશે. આ ઘટના બાદ યુવતી મુંબઈ જતી રહી હતી અને ત્યાંથી તેણે બેંગલુરુ સિટી પોલીસ કમિશનરને પોતાની ફરિયાદ મોકલી હતી. પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, યુવતીની ફરિયાદ મળ્યા બાદ તેને જેબી નગર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે મોકલી દેવાયા બાદ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી લીધી છે.સમગ્ર ઘટના પર ઓલાએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે અને અમને તેનો અફસોસ છે. આવી ઘટનાઓ પ્રત્યે અમારી ઝીરો ટોલરન્સની નીતિ છે. ડ્રાઇવરને બ્લેકલિસ્ટ કરી દેવાયો છે. કસ્ટમર્સની સેફ્ટી અમારી પ્રાથમિકતા છે. અમે કેસની તપાસમાં સંપૂર્ણ મદદ કરી રહ્યા છીએ