કંગનાને જયલલિતા બનાવવાનું કામ હોલિવુડના મેકઅપ આર્ટિસ્ટને અપાયું

0
11

: બોલીવુડની વિવાદ ક્વિન ગણાતી કંગના રણોત ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. તેને જયલલિતા બનાવવાનું કામ હવે હોલિવૂડના મેકઅપ આર્ટિસ્ટ જેસન કોલિન્સ કરશે.

કંગનાની બહેન રંગોલીએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. કંગના લુક ટેસ્ટ માટે પોતાની ટીમ સાથે 19 સપ્ટેમ્બરના રોજ લોસ એન્જલસ જશે. જેસન કોલિન્સે ‘ કેપ્ટન માર્વેલ ‘, ‘ બ્લેડ રનર 2049’ જેવી ફિલ્મ્સના કલાકારોનો મેક-અપ કર્યો છે.

નવેમ્બરમાં શૂટિંગ શરૂ થશે
આ ફિલ્મનું નામ ‘થલાઈવી’ રાખવામાં આવ્યું છે અને ફિલ્મનું શૂટિંગ આ વર્ષે નવેમ્બરમાં શરૂ થશે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે. ફિલ્મનું ડિરેક્શન એ એલ વિજય કરશે, જ્યારે ફિલ્મની વાર્તા કે વી વિજયપ્રસાદે લખી છે.

કંગના ચાર અલગ-અલગ લુકમાં જોવા મળશે
ફિલ્મમાં જયલલિતાના જીવનના ચાર વિવિધ તબક્કાઓ બતાવવામાં આવશે, જેમાં ફિલ્મ એક્ટ્રેસથી લઈને તમિલનાડુના સીએમ બનવા સુધીની વાત કહેવામાં આવશે.

પ્રોડ્યૂસરે અફવાને પાયાવિહોણી ગણાવી
આ દરમિયાન ફિલ્મ પ્રોડ્યૂસર વિષ્ણુ ઈન્દુરીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે જયલલિતાની બાયોપિક હોલ્ડ પર મૂકી હોવાની વાત ખોટી છે. તેમણે કહ્યું હતું કે કોઈ પણ પુષ્ટિ વગરની અફવા ફેલાવવી ઘણી જ નિરાશાજનક વાત છે. ‘થલાઈવી’ના પ્રી-પ્રોડક્શનનું કામ પૂરજોશથી ચાલી રહ્યું છે. શૂટિંગ દિવાળી પછી શરૂ કરવામાં આવશે.