કચ્છના 10 સહિત ગુજરાતના 16 તાલુકા અછતગ્રસ્ત જાહેર, મંત્રી પાસે નથી ગામોની યાદીગુજરાતમાં વરસાદની ઘટને કારણે અછતની સ્થિતિ ઉભી થઈ છે

0
45
/news/MGUJ-AHM-HMU-LCL-gujarat-government-declared-16-taluka-a-drought-affected-minister-has-no-list-of-village-gujarati-
/news/MGUJ-AHM-HMU-LCL-gujarat-government-declared-16-taluka-a-drought-affected-minister-has-no-list-of-village-gujarati-

જેને પગલે રાજ્ય સરકારે આજે કચ્છના 10 સહિત 16 તાલુકામાં અછત જાહેર કરી છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે, ગામોની યાદી મંત્રી પાસે નથી.

મહેસૂલ મંત્રી પાસે નથી અછતગ્રસ્ત ગામોની યાદી

રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે આજે કચ્છના તાલુકાઓ સહિત બનાસકાંઠાના 4, પાટણ અને અમદાવાદના એક મળી કુલ 16 તાલુકામાં અછત જાહેર કરી હતી. પરંતુ આ 16 તાલુકા પૈકી કેટલા ગામો અછતગ્રસ્ત છે, તે અંગે પત્રકાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવતા મહેસૂલ મંત્રી કોઈ માહિતી નહોતી, જેને પગલે તેમણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.

125 મી.મીથી ઓછો વરસાદ પડ્યો હોય એવા 16 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા

મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યના 251 તાલુકામાંથી જે તાલુકામાં 125 મી.મીથી ઓછો વરસાદ પડ્યો હોય એવા 16 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવશે અને આ તાલુકાઓમાં પહેલી ઓક્ટોબરથી અછતની સ્થિતિને અનુલક્ષીને ઘાસચારો, પીવાનું પાણી અને રોજગારીની વ્યવસ્થા કરવામાં આવશે. મંત્રીએ આગળ જણાવ્યું હતું કે કચ્છ જિલ્લાના 10 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામ, કાંકરેજ, વાવ અને થરાદ ઉપરાંત પાટણ જિલ્લાના ચાણસ્મા અને અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં ઓછો વરસાદ પડ્યો હોવાથી આ 16 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

પાણી ચોરી કરનારા સામે લેવાશે પગલા, ચાર કરોડ કિલો ઘાસની કરી વ્યવસ્થા

અછત અંગેની કેબિનેટ કમિટીની સબ કમિટીની આજે મળેલી બેઠક અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ અછતગ્રસ્ત તાલુકાઓ માટે ચાર કરોડ કિલો ઘાસની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, અછત અંગેની કેબિનેટની સબ કમિટી દર બુધવારે રિવ્યૂ કરશે. આ સિવાય નહેર કે ડેમમાંથી પાણી ચોરી કરનારા તમામ લોકો પર પગલા લેવામાં આવશે. જ્યારે રાજ્યના અછતગ્રસ્ત જાહેર થયેલા 16 તાલુકાઓમાં કેટલા ગામોનો સમાવેશ છે, તે અંગેનો પ્રશ્ન પૂછવામાં આવતા કૌશિક પટેલ પાસે સંખ્યા કે વિગતો ન હોવાથી તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું.

ક્યાં કેટલો વરસાદ ?

– ગુજરાતમાં સરેરાશ 76.61 ટકા વરસાદ
– કચ્છમાં અત્યાર સુધીનો 26.51 ટકા વરસાદ
– 2017 કચ્છમાં 115 ટકા વરસાદ થયો હતો
– 2016 કચ્છમાં 66.94 ટકા વરસાદ
– 2015 કચ્છમાં 136 ટકા વરસાદ
– છેલ્લા 4 વર્ષમાં કચ્છમાં સૌથી ઓછો વરસાદ
– ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કચ્છમાં 89 ટકા વરસાદની ઘટ